જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા મળી

0
49

ભરૂચ:
ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ જિલ્લા પંચાયત ની ખાસ સામાન્ય સભા જિલ્લા પંચાયતના પ્રમુખ જશુ પઢીયાર ના અધ્યક્ષ સ્થાને મળી હતી. ભરૂચ જિલ્લા પંચાયત ની ખાસ સામાન્ય સભાનો મુખ્ય ઉદ્દેશ વિકાસના કામે પ્રથમ પ્રયોરિટી આપવા અર્થે અને આગામી દિવસોમાં આવનાર ચોમાસા પહેલા વિકાસ ના કામો વહેલી તકે પૂર્ણ થાય તે માટે મળેલ હતી.

આ સામાન્ય સભામાં કુલ ૮ મુદ્દાઓ પર શાસક પક્ષ અને વિપક્ષ દ્રારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.સભામાં પાંચ કરોડના સ્ટેમ્પ ડ્યૂટીના કામો,છ કરોડના કામોના ટેન્ડરોને બહાલી આપી જિલ્લાના રસ્તા,નાળા, વગેરે વિકાસના કામોને મંજૂરી આપી હતી.અને સભ્યો દ્રારા કરાયેલ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અનિલ ભગત દ્રારા જણાવામાં આવ્યું હતું કે વિકાસના કામો વહેલી તકે પુરા થાય અને પંચાયતી રાજનો અસર કારક અમલ થાય તે જ મુખ્ય ઉદ્દેશ છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY