ગાંધીનગર,
અનામત વર્ગની માફક બિન અનામત વર્ગને પણ હવે પ્રમાણપત્રો આપવામાં આવશે. શૈક્ષણિક અને આર્થિક યોજનાઓના લાભ માટે વિકાસ નિગમની રચના કરવામાં આવી છે. ત્યારે હવે યોજનાઓના લાભ આપવા માટે પ્રમાણપત્રો પણ આપવામાં આવશે. અને યોજનાઓના લાભ લેતા પહેલા પ્રમાણપત્રોની તપાસ કરવામાં આવશે. આ પ્રમાણપત્ર ટીડીઓ અને કલેક્ટર કક્ષાના અધિકારીઓ ઈશ્યુ કરી શકશે.
રાજ્ય સરકાર દ્વારા આ નિગમની રચનાથી રાજ્યમાં વસતા આર્થિક નબળા કુટુંબોને શૈક્ષણિક અને સ્વરોજગારીની નવીન તકો મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થશે.
આ નિગમની રચના દ્વારા બિન અનામત વર્ગોના પરિવારો, વિદ્યાર્થીઓ અને અરજદારોના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક અને આર્થિક વિકાસની પ્રવૃત્તિઓ કરવાની રહેશે, જેમાં બિન-અનામત વર્ગ પૈકીના ખેડૂતો, પશુપાલકો, કારીગરો તેમજ મજૂરોને શૈક્ષણિક અને આર્થિક ઉપાર્જન માટે રાહત વ્યાજ દરે ધીરાણ આપી રોજગારીની વધુ તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
બિન-અનામત વર્ગોના સર્વાંગી કલ્યાણ માટે રહેણાંક અને વસવાટ, વીજળી, પાણી અને ગટર વ્યવસ્થા જેવી અગત્યની બાબત અંગે યોજનાઓ તૈયાર કરી તેનો અમલ કરાશે. જેનું પ્રમાણપત્ર આપવામાં આવશે જેનાથી યોજનાઓના લાભ લઇ શકાશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





