ગાંધીધામ તાલુકાના કિડાણા ગ્રામ પંચાયતની હદમાં આવતી જગદંબા સોસાયટી ને થઈ રહ્યો છે અન્યાય,અધિક કલેકટરને અપાયું આવેદનપત્ર

0
89

પૂર્વ કચ્છના ગાંધીધામ તાલુકાના કિડાણા ગ્રામ પંચાયતની હદમાં આવેલી જગદંબા સોસાયટી સર્વે નંબર ૧૩૩ પૈકી ૨ તથા નિર્મલ નગર સર્વે નંબર ૧૩૩ તથા એકતાનગર સર્વે નંબર ૧૨૬ વાડી સોસાયટીઓની અંદર વર્ષોથી મુસ્લિમ તેમજ દલીત સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે આ સમાજની અનેક વખત ટેલિફોનિક તેમજ લેખિતમાં રજૂઆતો કરાઇ હોવા છતાં સુખાકારી બાબતે રાજકીય અગ્રણીઓ દ્વારા કોઈ પણ પ્રકારે ધ્યાન આપવામાં આવ્યું નથી જે અધુરા કામમાં જગદંબા સોસાયટીના અંતરિક ૮ રોડ ,નિર્મલ નગર વિસ્તારના ૪ આંતરિક રોડ,એકતાનગર સોસાયટીના આંતરિક ૪ રોડ એકતાનગર મધ્યે આવેલ મુસ્લિમ સમાજ વાળીના ચોક અંદર પેવર બ્લોકના કામ માટે અને એકતાનગર વિસ્તારમાં પાણીની લાઈન નાંખવા બાબતે પણ રજૂઆતો કરાઇ છે તો જગદંબા સોસાયટીમાં આવેલ દલિત સમાજ વાડી ની બાઉન્ડ્રી તેમજ પેવર બ્લોકનું કામ આજ દિવસ સુધી કરાયું નથી આવી મુખ્ય સુખાકારી ની સુવિધાઓ આપવા બાબતે સત્તા પક્ષ તેમજ વિપક્ષ કોઈ રાગદ્વેષનો આ વિસ્તારના રહીશોને ભોગ બનાવાઈ રહ્યો હોય તેવાસુર આ વિસ્તારમાં રહેતા નાગરિકો દ્વારા ઉઠીરહ્યા છે આ બાબતને ધ્યાને લઇ નાગરિકો દ્વારા અંજાર પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટરને આવેદનપત્ર અપાયું હતું આ સુખાકારીના કામો તાત્કાલિક ધોરણે હાથ ધરાય તેવી માંગ સાથે લઘુમતી મોરચા ગુજરાત રાજ્ય ગાંધીધામ કચ્છ ના પ્રદેશ પ્રમુખ ગની આદમ કકલ તેમજ તેમની સાથે તેમના વિસ્તારના અનેક રહેવાસીઓ સાથે રિપબ્લિકન પાર્ટી ના સભ્યો સાથે જોડાઈ ને તંત્ર પાસે ઉગ્ર રજૂઆતો કરી હતી

 

રિપોર્ટ :
બિમલ માંકડ 7874635092                                    ધર્મેશ જોગી 9879187080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY