સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા માં સેન્ટીંગ કામ કરતો યુવક ધાબા ઉપર થી પડી જતાં મોત ને ભેટ્યો.

0
300

મૃતક વાઘેલા રતીલાલભાઈ દેવજીભાઈ આશરે.ઉ. 34 વર્ષ ના જેઓ ચોકડી ગામ મુકામે મજૂરી કામેં રોજી રોટી રળવા માટે ગયા હતા. ત્યાં અચાનક જ તેઓ ધાબા પરથી નીચે પટકાતા તેમનું મોત થયું હતું. ચુડા પોલીસ ને જાણ થતાં ધટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમજ તેમના મોત બાદ તુરત જ તેમના પરિવારે સામાજિક જવાબદારી ઉપાડી મૃતક ની બંને આખું નું ચક્ષુદાન પણ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે એક વ્યક્તિ ના ચક્ષુદાન થકી બે અંધજન ને એક એક આંખ મળતા તેમની જિંદગી માં ઉજાસ પથરાય છે આ વાત
ગરીબ મજૂર નું કુટુંબ સમજી શક્યું જે ખરેખર સરાહનીય છે

 

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY