નર્મદા RNTCP કર્મીઓ પગાર વધારા મુદ્દે આંદોલનના મૂડમાં

0
64

નેશનલ હેલ્થ મિશન દ્વારા તાજેતરમાં જ રાજ્યના RNTCP કર્મીઓના વેતનમાં વધારો કરાયો છે,આ વેતન વધારામાં અન્યાય કરાયો હોવાનો RNTCP કર્મીઓની આક્ષેપ.

રાજપીપળા:
સમગ્ર ગુજરાતભરમાં RNTCP ના કરાર આધારિત કર્મીઓ આરોગ્ય વિભાગમાં કાર્યરત છે.આ તમામ કરાર આધારિત કર્મચારીઓએ પોતાનું વેતન વધારાની માંગ સાથે આંદોલન છેડયું હતું.બાદ નેશનલ હેલ્થ મિશનના ડાયરેકટર દ્વારા તાજેતરમાં જ RNTCP કર્મીઓને વેતન વધારા મુદ્દે એક આદેશ જારી કર્યો છે.તો આ વેતન વધારામાં અન્યાય કરાયો હોવાનો નર્મદા જિલ્લા સહિત રાાજ્યભરનાા RNTCP કર્મીઓએ આક્ષેપ લગાવ્યો છે.નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટરના વેતન વધારાના આદેશ બાદ અન્યાયની લાગણી અનુભવતા નર્મદા જિલ્લા સહિત રાજ્યભરના RNTCP કર્મીઓએ આંદોલન કરવાનો મૂળ બનાવી દીધો છે.
આ બાબતે ગુજરાત RNTCP કરારબદ્ધ કર્મચારી સંઘના પ્રમુખ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે આ પગાર વધારાનો આદેશ એક મજાક સમાન છે.અમારા કર્મચારીઓ ફરી એક વખત શોષણનીતિનો ભોગ બન્યા છે.RNTCP કર્મચારીઓને નિમ્ન કક્ષા તરફ ધકેલતા પગાર વધારાના આદેશ બાબતે ગુજરાતના રાજ્યપાલ,મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી છે.જો યોગ્ય સમયે યોગ્ય કાર્યવહી નહિ થાય તો આગામી 6/6/2018 થી સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્તરે આંદોલન કરી ભ્રષ્ટ અધિકારીઓને ખુલ્લા પાડવામાં આવશે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે ગુજરાત સરકાર દ્વારા સરકારી કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયા ખર્ચી એક તાયફો કરાઈ રહ્યો છે.ત્યારે આવી આવશ્યક સેવાઓના કર્મચારીઓની પગાર વધારાની માંગને સ્વીકારવી જોઈએ એવી લાગણી હાલ કરારબદ્ધ કર્મચારીઓમાં ચાલી રહી છે.જો સરકાર આમની માંગણી નહિ સ્વીકારે ત્યારે કર્મચારીઓની ચીમકી મુજબ 6ઠી જૂન બાદ આવશ્યક સેવા આધારિત વિભાગની સ્થિતિ કેવી થશે એ તો સમય જ બતાવશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,
મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY