ન્યુ દિલ્હી,તા.૧૯
પાકિસ્તાનની રૂપરેખા પર ચીન હવે મ્યાનમારમાં પણ ઇકોનોમિક કોરિડોર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. બન્ને દેશો આ વિશે જલદીથી એક સમજૂતી કરવાના છે. આ બાબત ભારત માટે એક ચિંતાજનક સમાચાર છે.
નોંધનીય છે કે ભારતે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર સામે વિરોધ નોંધાવ્યો હતો. હવે મ્યાનમારમાં પણ ચીન આવો જ ઇકોનોમિક કોરિડોર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ યોજના શરૂ થયા બાદ મોટા જથ્થામાં ચીન મ્યાનમારમાં મોટું રોકાણ કરશે, આથી ભારતને એવી છે કે પાડોશી દેશ મ્યાનમાર પર પોતાનું પ્રભુત્વ ગુમાવી દેશે.
મ્યાનમારનું રોકાણ અને કંપની સંચાલક મહાનિદેશક યુ આૅગ નાઇંગે જણાવ્યું હતું કે બન્ને દેશો આ વિશે ટૂંક સમયમાં એક સમજૂતી પર સહી કરશે. તેમણે જણાવ્યું હતું કે આ પગલું મૂળભૂત વિકાસ, ટેલિકોમ સુવિધા વધારવા અને કૃષિ, વાહનવ્યવહારમાં સહયોગ માટે એક મોટા કરાર પર આધારિત છે.
છતાં સૂત્રોનું કહેવું છે કે બન્ને સરકાર ભલે આ પ્રોજેક્ટ્સમાં આગળ વધારવા માગે છે, પરંતુ એના રસ્તામાં ઘણા મોટા અવરોધો છે. મ્યાનમારના કેટલાક ભાગોમાં જાતિ-સંઘર્ષ ચાલી રહ્યો છે અને મ્યાનમારની જનતાના એક વર્ગમાં ચીનવિરોધી રોષ પણ જાવા મળે છે. મ્યાનમારમાં ઘણા લોકોની અંદર આ ભાવના છે કે મ્યાનમારના દેવાંની જાળમાં ફસાઈ શકે છે. પહેલાં જ ચીનના સહયોગથી બનનારા એક ડેમ પ્રોજેક્ટને મ્યાનમાર સરકારે રદ કરી નાખ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



