આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને વ્યારા ખાતે બેઠક યોજાઇ

0
341

આગામી તા. ૨૧મી, જૂનના રોજ યોજાનારા ચોથા વિશ્વ યોગ દિનની ઉજવણીને અનુલક્ષીને તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલી કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કલેકટર અને.કે.ડામોરની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી.
બેઠક દરમિયાન જિલ્લા કલેકટર એન.કે.ડામોરે કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે વિગતે ચર્ચા કરી કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા અને તાલુકા કક્ષાની સંકલન સમિતિઓનું ગઠન કરવા, નોડલ અધિકારીઓની નિમણુંક કરવા, જિલ્લા અને તાલુકા કક્ષાના યોગ દિન ઉજવણી અંગેના સ્થળોની પસંદગી તથા ઉજવણીમાં ભાગ લેનારાઓનું રજીસ્ટ્રેશન કરવા જેવી બાબતોની વિગતે ચર્ચા કરી ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવાએ કાર્યક્રમ અંગે વિગતો આપી આગામી ૭મી, જૂનથી ૧૪મી, જૂન દરમિયાન જિલ્લાના વ્યાયામ શિક્ષકોને તાલીમ આપી તા. ૧૪ થી ૨૦ જૂન દરમિયાન ભાગ લેનારાઓને તાલીમ આપવામાં આવશે એમ જણાવ્યું હતું.
બેઠકમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલે પણ ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં નાયબ વન સંરક્ષક આનંદકુમાર, આસીસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ મુકેશભાઇ પટેલ, પ્રયોજના વહીવટદાર પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે.નિનામા, કાર્યપાલક ઇજનેર એ.જી.વસાવા, નાયબ કલેકટર તુષારભાઇ જાની, યુ.એન.જાડેજા, રસિલાબેન રાયકાજિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY