ભુજ:
ભુજમાં પાલારા પાસે સનદાદા રસ્તા પર મળી આવેલી એક યુવતીની લાશે રહસ્યમય સાથે ચકચાર મચી ગઇ છે. ભુજના પાલારા પાસે અંદાજિત ૩૦ થી ૩૫ વર્ષીય આધુનિક પહેરવેશમાં સજ્જ એવી યુવતીની છરીના મોઢા પર ઘા સાથે મળી આવેલી લાશને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. વનતંત્રના કર્મચારીએ લોહીના ખાબોચિયા સાથે અજ્ઞાત યુવતીની લાશ જોવા મળી હતી ત્યાર બાદ પોલીસને જાણ કરી હતી.

યુવતીની હત્યા અંગે ભુજ એ ડીવીઝન પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી હતી. મૃતક યુવતીએ આછા બ્લુ રંગનું ચેક્સ વાળું શર્ટ, બ્લુ જીન્સ પેન્ટ, ગુલાબી આસમાની કલરનો સ્કાર્ફ અને સફેદ કલરની હાઈ હીલ વાળી ચપ્પલ પહેરી છે. આ યુવતી હત્યા કે ષડયંત્ર ? શા માટે હત્યા થઈ? કોણે તેની હત્યા કરી હશે ? એ ચર્ચા અને રહસ્યમય વચ્ચે પોલીસે યુવતીની લાશની તપાસ શરૂ કરી છે. કોઈએ તેની બહેરેમી પૂર્વક ક્રૂર હત્યા કરી છે. હત્યારાએ બોથડ પદાર્થ ઝીંકીને ગઈકાલ રાત થી આજ સવાર સુધીમાં આ યુવતીની મોત નિપજાવી હોવાનું તારણ બહાર આવ્યું છે.
જો કે, શું છે મૃત્યુનું કારણ તે પી.એમ. રિપોર્ટ બાદ જ જાણવા મળશે. પરંતુ, ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી વધુ તપાસ અને ડોગ સ્ક્વોડની મદદ લઈને હત્યારાને શોધવાની કામગીરી હાથ ધરી છે. એ ડીવીજન, એસ.ઓ.જી, એલ.સી.બી, એફ.એસ.સલ અને ફીંગર પ્રિન્ટ નિષ્ણાતો દ્વારા તપાસ ચાલી રહી છે.
રિપોર્ટર ગૌતમ બુચિયા
કચ્છ ભુજ
મો.૯૭૧૪૦૬૫૪૦૫
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







