વડોદરા,તા.૨
સંતાનપ્રાપ્તિ માટે લોકો પથ્થરને દેવ માનીને પૂજતા હોય છે. અનેક માનતાઓ રાખતા હોય છે. ત્યારે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં નવજાત બાળકીને માતા મુકી ફરાર થઇ ગઈ હોવાનું સામે આવ્યું છે. પીડયાટ્રીક વિભાગમાં બાળકીને મુકી મહિલા ફરાર થઇ ગઈ છે. આ બાળકી પ્રિમેચ્યોર હોવાનું બહાર આવ્યું છે. સુમિત્રા નામની મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો.
મહત્વપૂર્ણ છે કે, માતા હોસ્પિટલમાંથી સતત રજા માગી રહી હતી.જો કે સમગ્ર મામલે હોસ્પિટલ દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ત્યારે અનેક સવાલો ઉભા થાય છે કે, કેમ માતા હોસ્પિટલ પાસે માગતી હતી રજા? રજા માગવાનું શું હતું કારણ? નવજાત શિશુને માતાએ કેમ હોસ્પિટલમાં મુકી? આ કેવી માતા કહેવાય?
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






