બાયો-ડીઝલના નામે ચાલતા કાળા કારોબારનો મામલતદાર દ્વારા પર્દાફાશ

0
24

ગીર-સોમનાથ,તા.૨
ઉના-ભાવનગર રોડ પર વ્યાજપુર ગામ પાસે હાઇવે પર ચાલતા ડીઝલના કાળા કારોબારની ઉના મામલતદારને બાતમી મળતા રાત્રેજ મામલતદારે હાઇવે પર જઈ તવાઈ બોલાવી હતી. દુકાનમાં રહેલા ડીઝલના દ્રશ્યો જાઈ મામલતદાર પણ ચોકી ઉઠ્યાં હતા. ડીઝલના ગોરખધંધાને અંજામ આપી રહેલા શખ્સો પમ્પ મારફતે ટ્રકો, બસો અને રીક્ષામાં ડીઝલ ભરી આપતા હતા. એટલું જ નહીં બાયો ડીઝલના નામે ઉના અને ગીર ગઢડાના ગ્રામ્ય પંથકોમાં ગેરકાનૂની રીતે આ ડીઝલનું વેચાણ કરી રહ્યા હતા.
ઉના મામલતદારે આ ડીઝલ વેચાણની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ગેરકાનૂની રીતે ડીઝલનું વેચાણ કરનાર સાવરકુંડલાના ધીરુ કોટેચા નામનો વ્યક્તિ છે. જે ડીઝલનો આ મસમોટો જથ્થો સપ્લાય કરતો હતો કોઈ પણ જાતના પરવાના વગર તેમજ, કોઈપણ જાતના રેકર્ડ વગર આ ડીઝલનું વેચાણ કરવામાં આવતું હતું.
સ્થળ ઉપરથી ૫,૦૨૦ લીટર ડીઝલ અને તેનો સંગ્રહ કરવા માટેના મોટા પ્લાસ્ટિકના ટાંકા તેમજ ડીઝલ ભરવાનું મીની પંપ કુલ મળીને ૩,૭૨,૨૫૦નો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY