સુરત અને નવસારીમાં ઠંડી એક ડીગ્રી ઓછી થઈ : વલસાડમાં તાપમાન ઘટ્યું

0
8

ઉત્તર દિશાથી ફુંકાતા ઠંડા પવનને કારણે ઠંડીની જોરદાર અસર
સુરત
દક્ષિણ ગુજરાતમાં ઉત્તર દિશાથી ફુંકાઈ રહેલ શીત લહેરના પગલે ફુલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે. ન્યુનતમ તાપમાનનો પારો ૧૪ ડીગ્રી સુધી પહોચી જતા શહેરીજનો દિવસે પણ ઠંડીમાં ઠુંઠવાઈ રહ્ના છે. આગામી સપ્તાહ સુધી ઠંડી યથાવત રહે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૨૮.૬ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૬.૪ ડીગ્રી નોધાયું. જે ગતરોજની જેમ જ યથાવત છે. હવામાં ભેજનું પ્રમાણ ૪૫ ટકા અને હવાનું દબાણ ૧૦૧૪.૮ મિલીબાર નોધાયું છે. શહેરમાં ઉત્તર-પૂર્વ દિશાથી કલાકના ૫ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્ના છે.
વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનતમ તાપમાન ૧૪ ડીગ્રી નોધાયું છે. જે ગતરોજ ૧૫ ડીગ્રી નોîધાયું હતું.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનતમ તાપમાન ૧૪ ડીગ્રી નોધાયું છે. નવસારીમાં ગતરોજ ૧૩ ડીગ્રી ન્યુનતમ નોધાયું હતું. ગતરોજની સરખામણીમાં આજે ૧ ડીગ્રી તાપમાન વધ્યુ છતા ફુલગુલાબી ઠંડી યથાવત હતી.
આજે સવારથી પવનની દિશા ઉત્તર પૂર્વ તરફની થઈ છે. ઉત્તર દિશાથી ફુંકાઈ રહેલ ઠંડા પવનના લીધે દિવસ દરમ્યાન પણ ઠંડો પવન ફુંકાતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્ના છે. આગામી સપ્તાહમાં ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY