સુરત,તા.૨૮
સ્ટ્રીપ બ્રોન્ઝબેક નામનો સાપ ભારતમાં પહેલી વખત જાવા મળ્યો છે. ગુજરાતનાં સુરત શહેરનાં ઉધના વિસ્તારમાંથી આ સાપ જાવા મળ્યો હતો. સંશોધકો અને આ ક્ષેત્રનાં નિષ્ણાતોનાં જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે આ સાપ દક્ષિણ પૂર્વિય દેશોમાં-થાઇલેન્ડથી સુન્દાલેન્ડ (જેમાં મલેશિયા, સુમાત્રા, બિલિટોન અને બોર્નિયો)માં જાવા મળે છે.
તો પછી આ સાપ સુરતમાં કેવી રીતે જોવા મળ્યો ? શરીશ્રુપ જીવો વિશે સંશોધન કરનારા લોકોને આનું કારણ શોધવામાં ખુબ રસ પડ્યો અને તેનું ઊંડાણપૂર્વકનું સંશોધન કર્યુ. ગુજરાતનાં હર્ષિલ પટેલ, રાજુ વ્યાસ અને ભૌતિક દુધાત્રાએ આ સાપ વિશેનું સંશોધન પેપર લખ્યું છે. તેમનું સંશોધન પેપર વિશ્વ પ્રસિદ્ધ ઝૂટેક્સા નામના પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રસિદ્ધ થયુ છે.
ડેન્ડ્રેલાફીસ કુડોલિનેટસ અથવા તો અંગ્રેજીમાં જેને સ્ટ્રીપ બ્રોન્ઝબેક તરીકે ઓળખાય છે તેનું કૂળ કોલુબ્રિડ સ્નેક જિજસ ડેન્ડ્રેલાફિસ છે.
ઔદ્યોગિક રીતે ધમધમતા એવા સુરતનાં ઉધના વિસ્તારમાંથી ૨૦૧૭માં આ સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




