નર્મદામાં માતેલા સાંઢ ની માફક દોડતી રેતીની ઓવરલોડ ટ્રકો ક્યારે અટકશે….?

0
59

એક નંબર પ્લેટ વગરની ટ્રક ગેરકાયદેસર વહન કરતી ઝડપાઇ, ડ્રાઈવર ભાગવા જતા ટ્રક રોડ નીચે ઉતરી ગઈ, ચાલાક ફરાર

RTO એ ઓવરલોડ ટ્રકો ઝડપતા નર્મદા ખાણ ખનીજ વિભાગ ઉંઘતુ ઝડપાયું।

રાજપીપળા: નર્મદા જિલ્લા માં ખાણ ખનીજ વિભાગ ની કચેરી હોવા છતાં આ કચેરીની ભૂમિકા શંકાસ્પદ જણાય છે, જેને લઈને ખનીજ માફિયા ની દાદાગીરી વધી ગઈ છે. અને બે રોક ટોક બોડેલીથી ઓવરલોડ રેતી ભરી સુરત લઇ જવાય છે. અને રોયલ્ટી વગર, નંબર પ્લેટ વગર હાઇવા ઓ રેતી ભરી અવર જવર કરી રહી છે. નર્મદા RTO ની ટીમ જેમાં ARTO એમ.આર.ગજ્જર, I.M.V. વી જે ગોહિલ, A.I.M.V. એસ.કે.પટેલ, પ્રવીણસિંહ ગોહિલ સહીત ની ટીમ દવારા પુનઃ એક વાર ગત રાત્રીના ચેકીંગ હાથ ધરી ત્યારે ઓવર લોડ ટ્રકો માં ભાગદોડ મચી હતી. જેમાં એક ટ્રક ને વાવડી ચોકડી પાસે ઝડપી પાડી ત્યારે ઓવરલોડ હોય વજન કરાવવા કાંટા પર લઇ જતા ઓવર લોડ વજન આવતા કાંટા પરથી ચાલાક ભાગ્યો અને સાથે રહેલો સિક્યુરી ગાર્ડ ને જાનથી મારી નાખવા ની ધમકી આપી ટ્રક માંથી ઉતરી ભાગવા જતા ટ્રક વાવડી રોડ પર રોડની સાઈડ પર ઉતરી જતા ટ્રક ફસાઈ જતા ચાલક જાતે ઉતારીને ભાગી છૂટ્યો હતો RTO અધિકરીએ ટ્રક ડિટેન કરી ચાલક સામે પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બોક્ષ : નર્મદા માંથી ઓવરલોડ ટ્રકો બેફામ દોડે છે જેમાં જયારે પણ અમે ચેકીંગ કરીએ ત્યારે નંબર વગરની ટ્રક પકડાય છે આજે પણ એક ટ્રક ઝડપાઇ છે આ બાબતે અમારું ચેકીંગ ચાલુ રહેશે, ઓવરલોડ ગાડી હોવા છતાં જાહેર માર્ગ પર ચાલકે રેતી ઢોળી અન્ય માટે નુકશાન ઉભું કર્યું છે સાથે અમારા સુરક્ષા ગાર્ડને જાનથી મારીનાખવાની ધમકી આપી છે ત્યારે જેની સામે ફોજદારી ગુનો પણ નોંધ્યો છે અને અમે પણ કાયદેસરની કાર્યવાહી કરીછે :એમ.આર.ગજ્જર (ARTO , નર્મદા )

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY