૩૯ ભારતીયોના મૃતદેહો લાવવા ઇરાક જવા રવાના થયા વીકે સિંહ

0
113

ન્યુ દિલ્હી,
તા.૧/૪/૨૦૧૮

આજે અથવા મંગળવારે ભારત પરત ફરે તેવી શક્યતા

ઇરાકમાં માર્યા ગયટેલા ૩૯ ભારતીયોના મૃતદેહો લાવવા માટે વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ રવિવારે ઇરાક રવાના થઇ ગયા છે. શક્ય છે કે સોમવારે અથવા મંગળવારે સ્વદેશ આવશે. સૂત્રોએ જણાવ્યું કે ભારતીયોના મૃતદેહને એમના પરિવારને સોંપવા માટે પરત આવતાં વીકે સિંહ સૌથી પહેલા અમૃતસર પછી ત્યારબાદ પટના અને કલકત્તા જશે. આ પરિવારના લોકોએ ૨૬ માર્ચે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે મુલાકાત પણ કરી હતી.

જણાવી દઇએ કે મહિનાની શરૂઆતમાં સુષમા સ્વરાજે સંસદમાં જણાવ્યું હતું કે ઇરાકના મોસુલમાં જૂન ૨૦૧૪માં ઇસ્લામિક સ્ટેટના આતંકીઓએ ૪૦ ભારતીયોનું અપહરણ કર્યું હતું. એમાં એક પોતાને બાંગ્લાદેશી મુસ્લિમ જણાવીને બચીને નિકળવામાં સફળ રહ્યો હતો, જ્યારે ૩૯ ભારતીયોને બદૂશ લઇ જઇને હત્યા કરી દેવામાં આવી હતી.

૨૦૧૪માં અપહરણ આ ભારતીયોના ડીએનએ ટેસ્ટથી આતંકી સંગઠનની દરિંદગીની પુષ્ટ કરી હતી. ઇરાકના સ્વાસ્થ્ય મંત્રાલયના ફોરેન્સક મેડિસિન વિભાગે બદૂશ ગામથી મળેલા ભારતીયોના મૃતદેહના ડીએની તપાસ કરી હતી.
આ પહેલા વિદેશ રાજ્ય મંત્રી વૂકે સિંહે કહ્યું હતું કે ભારતીયોના પાર્થિવ દેહને લાવવા માટે બગદાદની લીલી ઝંડીની રાહ જાવામાં આવી રહી છે. જેવી અમને બગદાદમાં ભારતીય રાજદૂતથી ગ્રીન સિગ્નલ મળશે અમે સી ૧૭ વિમાનથી પૂરા સમ્માન સાથે આ ભારતીયોના પાર્થિવ શરીરને વતન લાવીશું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY