૬૦ માઇક્રોનથી પતલી થેલી વેચનારા વેપારીઓને ત્યાં પણ તપાસ કરાશે

0
94

સુરત આગામી તા. ૦૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે રાજય સરકાર દ્વારા પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે સંદર્ભે જિલ્લા કલેકટર ધવલ પટેલે સુરત જિલ્લામાં પર્યાવરણ જાગૃત્તિ અને સ્વચ્છતા અભિયાનના આગોતરા આયોજન અંગે આજરોજ જિલ્લાના અધિકારીઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે બેઠક યોજી હતી.

બેઠકના પ્રારંભે જિલ્લા કલેકટરડો.ધવલ પટેલઍ પત્રકારો સાથે વાર્તાલાપ દરમિયાન જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિનથી ઍક સપ્તાહ સુધી પર્યાવરણ જાગૃત્તિ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરાનાર છે. દિનબદિન વધી રહેલા પોલ્યુશનને પગલે આ વરસે રાજય સરકાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકાવી ગંદકીને રોકવાનો, પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરી પર્યાવરણનું જતન કરવાનો મુખ્ય આશય છે.

સુરત જિલ્લામાં પણ આ અભિયાનના આગોતરા આયોજનના ભાગરૂપે મુજબ સુરત મહાનગર પાલિકા વિસ્તારો, તમામ તાલુકા પંચાયતોના મુખ્ય મથકો, રૂર્બન વિસ્તારોના ગામો, મહાનગરપાલિકાઓથી બે કિ. મી ની ત્રિજયામાં આવેલ આઉટગ્રોથ વિસ્તારના મુખ્ય રસ્તાઓ તેમજ ઍવા વિસ્તારો કે જયાં ગંદકીના ઢગલાઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે તે વિસ્તારો, શહેરોમાંથી પસાર થતી મુખ્ય નદીઓના કાંઠા, અગત્યના મંદિરો અને ધાર્મિક સ્થળોમાંથી ગંદકી અને પ્લાસ્ટિકનો કચરો દૂર કરવા સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સંબધિત અધિકારીઓને આહવાન કર્યુ હતુ. સાથે સાથે પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા, સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી માટે લોકોને જાગૃત કરવાના અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી. પારેખ સહિત જિલ્લાના અધિકારીઓ તથા મહાનગર પાલિકાના અધિકારીઓ તથા સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

૬૦ માઇક્રોનથી પતલી થેલી વેચનારા વેપારીઓને ત્યાં પણ તપાસ કરાશે
સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલઍ માહિતી આપતા કહયુ હતુ કે શહેર અને જિલ્લામાં ૬૦ માઇક્રોનથી પતલી સાઇઝના ઝભલા ઉપર તો સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે. શહેર અને જિલ્લામાં જે જે સ્થળે આવા ઝભલા મળતા હશે તે જગ્યાઍ તપાસ કરાશે અને તે સિવાય બેગના સ્ટોકીસ્ટ અને ડીલર તેમજ વેપારીઓને ત્યાં પણ તપાસ કરાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY