મકાન મલિક પરિવાર સાથે નીચે સુતા રહ્યા ત્યારે ઉપર ના માળ પર થી કોઈ ચોરટાઓ રોકડ,સોના ચાંદીના દાગીના ની ચોરી કરી પલાયન
રાજપીપળા: રાજપીપલા પાસે આવેલા વડિયા ની રોયલ સનસીટી સોસાયટી માં ઘરફોડ ચોરી કરી ચોરટાઓ ફરાર થઈ જતા રાજપીપળા પોલીસ સ્ટેશને ફરિયાદ થઈ છે.
રાજપીપળાપોલીસ સ્ટેશને ફરિયાદ આપનાર પંકજ પૂનમચંદ રાણા ની ફરિયાદ મુજબ ગત તારીખ 6 જૂન ની રાત્રે તેઓ પોતાન મકાન ના નીચેના ભાગે સુતા હતા અને ઉપર ના માળ પર ના રૂમ ને તાળું હતું પરંતુ તારીખ 7 ના રોજ સવારે 6 વાગે તેઓ એ જોતા ઉપરના રૂમ નું તાળુ તૂટેલું જોતાજ અંદર તપાસ કરતા તિજોરી નું લોક પણ તૂટેલી હાલતમાં જોવા મળતા તપાસ કરતા અંદર મુકેલા રોકડા 9500/- રૂપિયા તેમજ ઘર ના સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 82 હજાર ના મુદામાલ ની ચોરી કોઈ કરી ગયું હોય તાત્કાલિક રાજપીપળા પોલીસ ને જાણ કરતા પી એસ આઈ વી એસ ગઢવી ઘટના સ્થળે પોહચી આ બાબતે અજાણ્યા ચોરો વિરુદ્ધ ચોરીની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે,જોકે વાડિયા વિસ્તાર માં અચાનક ઘરફોડ ચોરીની વાત વાયુવેગે ફેલાતા સ્થાનિક રહીશો માં ફફડાટ ફેલાયો હતો.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







