ભુજ મીરજાપર હાઇવે પર આવેલ પ્રિન્સ રેસિડેન્સી પાસે સાજના ૭ વાગ્યાના અરસામાં ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇક ચાલક મનજી સુમાર ખોખર ઉ.વર્ષ.૫૨ રહે.અવધ નગર કુકમાં તાલુકો ભુજ વાળાનું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું તો તેમની પત્ની ગંગાબેન મનજી ખોખર ઉ.વર્ષ ૩૫ ને ગંભીર પ્રકાર ની ઈજાઓ પહોંચતા ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાર બાદ વધુ સારવાર મેળવવા ભુજની રૂડાણી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક તેમજ તેની પત્ની પોતાની બાઇક નંબર જી.જે.૧૨.એડી.૪૪૫૪ પર મીરજાપર રહેતા પોતાના પુત્રને મળવા જઈ રહયા હતા તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલ યમ સમાન ટ્રક નંબર જી.જે.૧૨.એવી.૮૯૮૫ ના ચાલકે બાઇકને ટક્કર મારતા આ પરિવાર નંદવાઈ ગયું હતું ત્યારે આ અકસ્માત જોન પર ટ્રાફિક નિયંત્રણ ખુબજ જરૂર છે ત્યારે હાલે બી.એ.હોઈ.એસ.સ્વામીનારાયણ મંદિર નો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે આ અકસ્માત જોન પર ટ્રાફિક પોલીસ ફરજ પર મુકાય તે આવશ્યક છે
રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







