ગાંધીધામ પાલિકા પ્રમુખના વધામણામાં વિનાશક વાવાઝોડાની વરસી ભૂલાઈ…!

0
23

ગતરોજ રાજયમાં જીલ્લા-તાલુકા પંચાયતો અને નગર પાલિકાના નવા પ્રમુખો વરણી સાથે ગાંધીધામ પાલિકાના નવા પ્રમુખ પણ વરાયા, પરંતું ઢોલ નગારા સાથે નવા પ્રમુખની વરણી અને સત્તા જાળવવાની ખુશીમાં ભાજપે વિનાશક વાવાઝોડામાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ આપવાની તસ્દી પણ ભાજપે ન લીધી હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાને કર્યો છે.
ગાંધીધામ કોંગ્રેસના અગ્રણી દશરથસિંહ ખંગરોતે જણાવ્યું કે આજથી ૨૦ વર્ષ પહેલા આવેલા વિનાશક વાવાઝોડામાં કંડલામાં હજારો લોકોના મોત થયા હતા.અને હજારો લોકો બેઘર બની ગયા હતા.આજનો દિવસ વાવાઝોડાની બયાનક યાદો ઉજાગર કરનાર હતો ત્યારે આજે ઢોલ નગારા સાથે પોતાની સત્તા જાળવી રાખવાની ખુશીમાં ભાજપે ઢોલ નગારાથી ઉજવણી કરી પરંતું વાવાઝોડાના મૃતકોને શ્રધ્ધાંજલિ આપવા પાંચ મિનીટનો સમય ભાજપના નેતાઓને મળ્યો નથી ત્યારે શું સત્તાપક્ષની પ્રજા માટે આ જ માનવતા કહેવાય? તેવો સવાલ દશરથસિંહ ખંગરોતે કર્યો હતો.

રિપોર્ટ : બિમલ માંકડ 78745 35092            ધર્મેશ જોગી 98791 87080

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY