પોલીસ કે આર ટી ઓ ની રહેમ નજર હેઠળ ચાલતા સ્કૂલ ના વાહનો માં શું નિયમોનું પાલન કરાય છે…? કેમ આ લોકો બેફામ બન્યા છે…? કોણ છે એમનું પીઠબળ…?
એર હોર્નન ગેસ કીટ સહીત ના નિયમોનું પાલન ન કરતા અમુક વાન ના ચાલકો પોતાનીજ મનમાની કોની મેહરબાની થી કરી રહ્યા છે…? જિલ્લા પોલીસ વડાા પગલાં લેશે…?
રાજપીપળા: રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લા માં ફરતા સ્કૂલ ના બાળકોને લઈ જતા વાહનો ના માલિકો કે ડ્રાઈવરો દ્વારા છડેચોક નિયમનું પાલન થતું ન હોવાની અવાર નવા ફરિયાદો ઉઠે છે પરંતુ તંત્ર ની રહેમ નજર હેઠળ ચાલતા આ વાહનો ના માલિકો ને કોઈ કઈ કહી શકતું નથી એનું કારણ હપ્તાની બોલબાલા હોવાનું પણ સંભળાઈ રહ્યું છે કેમકે એમની સામે લઘભગ ક્યારેય કાયદાનો કોયડો વીંઝાયો જોવા મળ્યો નથી ત્યારે રહેમ નજર હેઠળ ચાલતા આ વાહનો માં શું નિયમનું પાલન થાય છે ખરું…? મોટા અવાજ વાળા હોર્ન ,ગેસ કીટ કે અન્ય બાબતની પોલીસ કે આર ટી ઓ દ્વારા તપાસ થાય છે ખરી…?બાળકો ને લેવા જતા આ વાહનો જે તે ગલી ની બહાર ઉભા રાખી મૉટે મૉટે હોર્ન મારી બોલાવતા સ્કૂલો હોસ્પિટલો સહીત ની જગ્યા પર લોકો હેરાન થાય છે છતાં એમના માટે કોઈજ નિયમ લાગુ પડતા નથી કે તંત્ર એના ફાયદા માટે આંખ આડા કાન કરી બહેરું અને આંધળું બની જતું હોય એમ લાગી રહ્યું છે
શું આવા વાહનોના દસ્તેવેજો ની નિયમ મુજબ સમયાંતરે તપાસ કરાય છે…? અન્ય વાહનો સામે પગલાં ભરાય છે ત્યારે સ્કૂલ વાહનો સામે કોઈ એક્ષન લેવાયા હોય એવી વાત સાંભળવા કે જાણવા મળી નથી કેમકે એ કમાઉ દીકરા હશે…?!
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





