બનાવ ની મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી માં આવેલી આરતી
ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં યુનિટ બે માં
રાત્રીના ચોરી કરવાના ઈરાદે અંદર પ્રવેશેલા ૧૦ થી ૧૫ જેટલા લૂંટારૂઓને ફરજ પર હાજર સિક્યુરિટી સુપર વાઈઝર ગાર્ડ નામે રામપ્રકાશ પાલ ઉંમર વર્ષ ૫૦ નાઓએ હિંમત પૂર્વક લૂંટારૂઓનો સામનો કરતાં લૂંટારૂઓ દ્રારા કોઈ તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે અને પીઠના ભાગે હુમલો કરતાં રામપ્રકાશ જગ્યા પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
લૂંટારૂઓની જાણ રાત્રીના સમયમાં પેટ્રોલિંગ કરતા પોલીસ જવાનોને થતાં તેવોએ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી જઈને લૂંટારૂઓને પકડવાની કવાયત હાથ ધરતાં લૂંટારૂઓ દ્રારા પોલીસ કર્મીઓના વાહનો પર વળતો હુમલો પણ કરવામાં આવ્યો હતો.
બનાવ અંગે હાલમાં ઝઘડિયા પોલીસ દ્રારા મરણ જનાર રામપ્રકાશ પાલ ના મૃતદેહ નો કબ્જો મેળવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી લૂંટારૂઓ ને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઝઘડિયા પોલીસ દ્રારા લૂંટારૂઓ માંથી બે થી ત્રણને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું માલુમ પડ્યું છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





