વોકેશનલ ટ્રેનિંગ સેન્ટંર વાઘલધરા ખાતે પ્રવેશ મેળવો

0
11

વલસાડ તાલુકાના વાઘલધરા ખાતેના વોકેશનલ ટ્રેનિંગ સેન્‍ટરમાં ઓગસ્‍ટ-૨૦૧૮થી લાંબા અને ટૂંકાગાળાના વિવિધ ટેકનીકલ અભ્‍યાસક્રમોમાં ધોરણ ૫, ૮ અને ૧૦ પાસ હોય તેવા ગુજરાત રાજ્‍યના અનુસૂચિ જનજાતિના યુવક-યુવતીઓને વિનામૂલ્‍યે તાલીમ, રહેવા જમવાની સુવિધા સાથે આપવામાં આવનાર છે. એક વર્ષના એન.સી.વી.ટી. અભ્‍યાસક્રમો કોપા, આર્કિટેક્‍ટ આસિસ્‍ટન્‍ટ, સર્વેયર, મેશન (બિલ્‍ડિંગ કોન્‍ટ્રાકટર), કોમ્‍પ્‍યુટર હાર્ડવેર એન્‍ડ નેટવર્ક મેઇન્‍ટેનન્‍સ, ડ્રેસ મેકિંગ, વેલ્‍ડર, પ્‍લમ્‍બર તથા ચાર માસના એમ.ઇ.એસ. પેટર્નના અભ્‍યાસક્રમો જેવા કે, કોમ્‍પ્‍યુટર ઓપરેટર, સીવીલ સાઇટ સુપરવાઇઝર, ઇલેક્‍ટ્રીકલ હાઉસ વાયરિંગ ટેકનીશીયન, રેફ્રીજરેશન એન્‍ડ એરકન્‍ડીશન ટેકનીશીયન, વેલ્‍ડિંગ ટેકનીશીયન, ટીંગ એન્‍ડ મીંગ વેલ્‍ડિંગ, પ્‍લમ્‍બર, સીએનસી(CNC) ટર્નીંગ ઓપરેટર, સીએનસી(CNC) મશીનીષ્‍ટ, આર્કિટેકટ આસિસ્‍ટન્‍ટ, લેન્‍ડ સર્વેયર, મેશન, કોમ્‍પ્‍યુટર હાર્ડવેર આસિસ્‍ટન્‍ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાલીમ દરમિયાન ઇન્‍ડસ્‍ટ્રીયલ વીઝીટ તથા ઓન જોબ ટ્રેનિંગ અને તાલીમ બાદ રોજગારી આપવા માટે પણ સંસ્‍થા મદદરૂપ બને છે. આ અંગે વધુ જાણકારી માટે વોકેશનલ ટ્રેનિંગ સેન્‍ટર, વાઘલધરાનો રૂબરૂ અથવા ટેલીફોન નંબર ૦૨૬૩૨-૨૯૦૩૫૦ અથવા વેબસાઇટ v-vtc.org ઉપર સંપર્ક સાધી શકાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY