બિહારમાં દારૂબંધી: લોકો ફ્લેવર્ડ દૂધ-લસ્સી,મોંઘી સાડી તરફ વળ્યા

0
14

વાહનોના વેચાણ પર સકારાત્મક અસર,સેવિંગ્સ પણ વધ્યું
પટણા,તા.૧૫
બિહારમાં દારૂબંધી કાયદો લાગુ સતત ચર્ચાનો વિષય રહ્યો છે. સરકાર તેને સફળ નિર્ણય ગણાવી રહી છે જ્યારે વિરોધ પક્ષ તેને નિષ્ફળ બતાવે છે. દારૂબંધી બિહારમાં કેટલી સફળ રહી અને કેટલી નિષ્ફળ એ તો સમય જ બતાવશે પરંતુ દારૂબંધી બાદ રાજ્યમાં ડેરી સેક્ટરને ખુબ જ લાભ થયો છે. તેવી જ રીતે દારૂબંધી બાદ બીજા કેટલાક ક્ષેત્રોમાં પણ વેચાણમાં વધારો જાવા મળી રહ્યો છે.
પટનાના વિકાસ પ્રબંધન સંસ્થાના એક રિસર્સમાં જાણવા મળે છે કે, ૨૦૧૬-૧૭માં પહેલાની સરખામણીમાં અગાઉની સરખામણીમાં દૂધથી બનેલી વસ્તુઓમાં ૧૭.૫ ટકાનો વધારો થયો છે. ડેરી ઉપ્તાદનોમાં લસ્સી, દહી, ફ્લેવર્ડ દૂધના વેચાણમાં વધારો જાવા મળ્યો છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, જા તેમાં પ્રાઈવેટ કંપનીઓના આંકડાઓ પર નજર કરવામાં આવે તો વેચાણનો આંકડો વધારે હોઈ શકે છે.
એક અહેવાલ પ્રમાણે, બિહારમાં મધના વેચાણમાં લગભગ ૪૦૦%, તો પનીરમાં ૨૦૦ વધારો નોંધાયો છે. અહેવાલમાં એ પણ જાણવા મળ્વ્યું છે કે, બિહારમાં દારૂબંધી બાદ માત્ર ડેરી ઉપ્તાદનોમાં જ નહીં પરંતુ મોંઘી સાડીઓના વેચાણમાં તો ૧૭૧૫% ટકાનો, તો પ્રોસેસ્ડ ફૂટમાં ૪૬% અને ડ્રેસ મટિરિયલમાં ૯૧૦%નો વધારો થયો છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે, દારૂબંધી લાગુ થયા બાદ લોકોનું ધ્યાન હવે અન્ય ચીજવસ્તુઓ તરફ દોરાયું છે અને લોકો તેની ખરીદીમાં રસ પણ ધરાવે છે.
સારી વાત એ પણ છે કે, દારૂબંધી બાદ એન્ટર્ટેન્મેન્ટ ટેક્ષમાં પણ ૨૯ ટકાનો વધારો થયો છે. તેવી જ રીતે બિહારમાં ચાર પૈડાના વેચાણમાં ૩૦ ટકા, ટ્રેક્ટરના ૨૯ અને ત્રણ પૈડા અને દ્વિચક્રી વાહનોના વેચાણમાં ૩૨%નો વધારો જાવા મળી રહ્યો છે.
બિહારમાં દારૂબંધી લાગૂ કરવામાં આવી તે સમયે રાજ્યમાં દારૂનું સેવન કરનારાઓની સંખ્યા ૪૪ લાખથી પણ વધારે હતી. જે મહિને સરેરાશ એક હજાર રૂપિયાનો દારૂ પી જતાં હતાં. પરંતુ દારૂબંધી બાદ દરમહિને લગભગ ૪૪૦ કરોડ રૂપિયા બચાવવામાં આવ્યા અને વર્ષે ૫૨૮૦ કરોડ રૂપિયાની બચત થઈ. સાથે જ દારૂબંધી બાદ અપરાધિક ઘટનાઓ જેવી કે અપહરણમાં ૬૬.૬ %, હ અત્યામાં ૨૮.૩% અને લૂંટફાટમાં ૨૨.૮%નો ઘટાડો જાવા મળી રહ્યો છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY