મધ્ય પ્રદેશમાંથી વરસાદના પાણીની આવક થતાં નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો

0
11

વડોદરા,
ગુજરાતના સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસ માંથી ૭૨૫૭ ક્યુસેક પાણીની આવક થતા સપાટીમાં વધારો નોંધાયો છે અને ૧૦ દિવસમાં ૧.૧૨ મીટરનો વધારો નોંધાયો હાલ ડેમની સપાટી ૧૦૬.૪૩ મીટર થઇ છે જેમાં વધારો થઇ રહ્યો છે, હાલ મધ્ય પ્રદેશમાં અને નર્મદા બંધના કેચમેન્ટ વિસ્તારમાં સારો વરસાદ બે દિવસમાં પડ્યો જે વરસાદી પાણી મધ્યપ્રદેશ ના ડેમમાં આવતા હાલ ડેમ ના પાવર હાઉસના ટર્બાઇન ચાલુ કરાતા ધીરે ધીરે સરદાર સરોવરમાં આવી રહ્યા છે જેને લઈને સરદાર સરોવરની સપાટીમાં વધારો થયો છે . નર્મદા બંધની આઇબીટીપી ટનલ માંથી કેનલ માંથી ગુજરાત ને પીવા માટે હાલ પણ ૬૦૦૦ ક્્યુસેક પાણી છોડવામાં આવી રÌšં છે જે સપાટી ૧૧૦ મીટર પર જતા આઇબીટીપી ના ગેટ બંધ કરી દેવામાં આવશે. આ સાથે હાલ મેન કેનલ માં ૬૦૦૦ ક્્યુસેક પાણી છોડાય રÌšં છે.
જાકે મધ્યપ્રદેશમાં વરસાદને પગલે હવે નર્મદા બંધની સપાટીમાં સતત વધારો નક્કી છે.. ઇંંદીરા સાગર ડેમનું રૂલ લેવલ વધતા અને વરસાદ પહેલા ડેમ ખાલી કરવા માટે હાલ વિજ મથકો દ્વારા પાની છોડાઇ રÌšં છે.ચોમાસું આવતા પ્રવાસીઓ પણ વધી રહ્યા છે જેને લઈ ડેમ સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. સરદાર ડેમના ઉપરવાસમાંથી સારા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી રહી છે જેને કારણે પ્રવાસીઓમાં પણ વધારો થયો છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY