વ્યારાના ટીચકપુરા પાસે બે જુદા જુદા સ્થળે થી ૯૮ હજારથી વધુનો દારૂ ઝડપાયો

0
120

તાપી જિલ્લાનો એલસીબીનો સપાટો, દારૂ અને બે કાર મળી ૩.૨૫લાખથી વધુનો મુદ્દામાલ કબજે, ત્રણની અટક, ત્રણ વોન્ટેડ

તાપી જિલ્લામાં વધી રહેલા દારૂના દૂસણરૂપી બદીને નાથવા હેતુ તેમજ આગામી તહેવારોમાં આ પ્રકારના પ્રોહિબિશનના ગુનાઓને અટકાવવા માટે તાપી જિલ્લા પોલીસ વડા એનએન ચૌધરી દ્વારા તાપી LCBના પો.ઈ. આર.એસ. પટેલને સૂચના આપી આ દિશામાં કડક કાર્યવાહી કરવા અંગે જણાવતા તાપી જિલ્લા LCB પો.ઈ આર.એસ.પટેલ દ્વારા તમામ સ્ટાફને સઘન પેટ્રોલીંગ કરી તેમજ બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરી આ ગુનાખોરીને નાથવા બાબતે સૂચના અપાઈ હતી. જેના ભાગરૂપે LCB પો.સ.ઈ. એસ.એસ. મહામુનકાર તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. ત્યારે હે.કો. કાર્તિક સેલરને બાતમી મળી હતી કે, નવાપુરથી મારૂતિ કારને (જી.જે.૬-જે.જે-૯૦૩૯) દારૂનો જથ્થો ભરીને આવી રહી છે. જેને ઝડપી પાડવા માટે વ્યારાના ટીચકપુરા ખાતે ને.હા.નં.૫૩ ઉપર નાકાબંધી કરી બાતમીવાળા કારને અટકાવી ચાલક શૈલેશ રાજુ વસાવાને પૂછતાં કિંમત ૫૦,૪૦૦નો દારૂ મોબાઈલ કિંમત રૂ.૭,૦૦૦ અને મારૂતિ કારની કિંમત રૂ.૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૦૭,૪૦૦ મુદ્દમાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય પો.કો.બિપીન રમેશને બાતમી મળી હતી કે, નવાપુરથી એક હોન્ડા સીટી કાર નં. (જી.જે.-૦૫-સી.એફ-૧૭૧૧) આવી રહી છે. જેમાં દારૂનો જથ્થો ભરેલો છે. જેથી ટીચકપુરા ખાતે નાકાબંધીમાં તમામ સ્ટાફના સભ્યોએ બાતમી વાળા કારને અટકાવી ફિરોઝ રફીક શેખ તથા સાબિર સલીમ મેમણ ને પૂછપરછ કરતાં આ કારમાં વહન થતા બોક્સ ૧૫માં રહેલો જથ્થો કિંમત ૪૮,૦૦૦ નવાપુરના પિન્ટુ ઉર્ફે ગોરખ બડોગે નવાપુરથી ભરાવેલ જેને નવાપુરથી એસેન્ટ કારના ચાલક સુંદાએ પાયલોટિંગ કરી લાવ્યો હતો અને જથ્થો બારડોલીના પિન્ટુ પુરૂસોત્તમ પટેલને ત્યાં લઈ જવાનો હતો. જેથી તાપી LCB એ બંનેની ધરપકડ કરી દારૂ-બિયર નો જથ્થો રૂ.૪૮,૦૦૦ બે સેમસંગ મોબાઈલ રૂ.૨૦,૦૦૦ તથા હોન્ડા સીટી કાર રૂ.૧,૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૨,૧૮,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી દારૂ મોકલનાર પિન્ટુ, પાયલોટિંગ કરનાર સુંદો અને મંગાવનાર પિન્ટુ પટેલને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી બાબતેની તપાસ LCB પોસઈ એસ.એસ. મહાનુકર કરી રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY