અમેરિકાની સૌથી મોટી આૅટો કંપનીમાં સીએફઓ તરીકે ભારતના દિવ્યા સૂર્યદેવરાની નિમણૂંક

0
40

વાશિંગ્ટન,
અમેરિકાની સૌથી મોટી ઓટો કંપની જનરલ મોટર્સમાં સી.એફ.ઓ. તરીકે ભારતનાં દિવ્યા સુર્યદેવરાં બન્યા હતા. બુધવારે થયેલી આ જાહેરાતમાં ૩૯ વર્ષિય સુર્યદેવરાંને આ પદભાર અપાયો છે. જે વાઈસ પ્રેસિડેંટ ચક સ્ટિવંસનાં તેઓ અનુગામી બનશે. તેમ જાણવા મળ્યુ છે. સુર્યદેવરાનો પ્રોફાઈલ જાતાં તેઓ કંપનીમાં રિસ્ટ્રકચર્ડ ઓપરેશનમાં ઘણા સમયથી કામ કરી રહ્યાં છે. તેમણે ઓપેલ અને સેલ્ફ ડ્રાઈવિંગ વ્હીકલ ક્રુઝની ૨.૨૫ કરોડ ડોલરમાં સોફ્ટ બેંક ગ્રુપની ડીલમાં ભુમીકા ભજવી હતી.
ડેટ્રોઈટ બેઝ કંપનીમાં તે ૧૩ વર્ષથી કામ કરી રહી છે. જેને રેટિંગ પણ અપગ્રેડ મળ્યું છે. તેમજ તેને ૧ બિલિયન ડોલરનાં ફંડ રેઈઝિંગમાં પણ તેનો હિસ્સો છે. જેનું ૧૪.૫ બિલિયન ડોલરમાં કંટ્રિબ્યુશન છે. તે કંપનીએ આપ્વાની ક્રેડિટ પોલિસી પર આધાર રાખે છે. તે જુન ૨૦૧૭માં કંપનીની વાઈસ પ્રેસિડેંટ બની હતી. તેની પાસે મોટો પડકાર હવે ઈંવેસ્ટર રિલેશંસ જાળવી રાખવાનો હશે.
પુરોગામી ચેક સ્ટિવંસ સલાહકારની ભુમિકા ભજવશે. જેઓ માર્ચ ૨૦૧૯માં નિવૃત થશે. આ અંગે કંપનીનાં અધિકારીએ કહ્યું હતુ કે નવાં સી. એફ. ઓ. ની નિમણુક સપ્ટેમ્બરમાં થશે. અમે કંપની માટે ઈઝિ ટ્રાંઝિશન પિરિયડ ઈચ્છી રહ્યાં છીએ. જેને લીધે ચેકને હજુ સેવાનિવૃત નથી કરાયાં. એમ જાસેફ સ્પાર્કે જણાવ્યું હતુ. આમ સ્ત્રી સશÂક્તકરણની દિશામાં હજું એક જ્વલંત ઉદાહરણ જાવા મળ્યું છે. ઈંદ્રા નુઈ, ચંદા કોચર પછી તેણે ફરી વખત નામ રોશન કર્યુ છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY