ગાંધીનગર,
ગુજરાત પોલીસને ટેકનો સેવી બનાવીને ગુન્હા સંશોધન માટે ઝડપ આવે તે આશયથી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ઇ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત ‘મોબાઇલ પાકેટ કામ એપ્લિકેશન’ કાર્યરત કરાઇ છે. રાજ્ય સરકારનો આ નવતર અભિગમ રાષ્ટ્રય સ્તરે સ્વીકારાતા તેને ‘ફિક્કી સ્માર્ટ પોલીસીંગ એવોર્ડ-૨૦૧૮’ એનાયત થયો છે.
પોલીસ દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થકી કરાયેલ શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી મળેલ એવોર્ડ અંગે અભિનંદન આપતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસંહ જાડેજાએ કહ્યું કે, ડિજિટલ ભારતના નિર્માણમાં પણ ગુજરાત દેશને નવો રાહ ચિન્ધશે. મોબાઇલ પાકેપ એપ્લિકેશનના એવોર્ડ માટે દેશભરમાંથી ૨૦૦ જેટલા નોમિનેશન આવ્યા હતા. જે પૈકી ગુજરાતની પસંદગી કરાઇ છે
પાકેટ કાપ મોબાઇલ એÂપ્લકેશન અંતર્ગત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનની તમામ બ્રાન્ચોને આવરી લેવાઇ છે. જેમાં સી.આઇ.ડી. ક્રાઇમ, લાંચરુશ્વત વિરોધી બ્યુરો, એ.ટી.એસ. તેમજ ક્રાઇમ બ્રાન્ચને પણ સાંકળીને ગુન્હા સંશોધન અને ગુન્હાની તપાસ, પાસપોર્ટ વેરીફિકેશનની કામગીરી રાજ્યમાં સફળ રીતે થઇ રહી છે. આ પ્રોજેકટ હેઠળ પાસપોર્ટ વેરીફિકેશનની કામગીરી સંભાળતા ૪૯૦૦ પોલીસ કર્મીઓને સ્માર્ટ મોબાઇલ ફોન ડેટા કનેકટીવીટીની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. જે અંતર્ગત ૫૮૩૭૮ પાસપોર્ટ વેરીફિકેશનની કામગીરી પોલીસ કર્મીઓ દ્વારા અરજદાર નાગરિકોને ઘરે જઇને પૂર્ણ કરાઇ છે. જયારે ગુન્હાઓમાં સંડોવાયેલ ગુન્હેગારોની શોધ માટે એÂપ્લકેશન દ્વારા ૯૩૦૦ ગુનેગારોને શોધી કઢાયા છે.
રાજ્ય સરકાર દ્વારા આવનાર સમયમાં પોકેટ કોપ એÂપ્લકેશનની સફળતાને લઇને વ્યાપ વધારવાનું આયોજન છે. જેમાં તપાસને લગતી વિશેષ સૂચનાઓ અને સાયબર ક્રાઇમને લગતી અદ્યતન માહિતી તેમજ ગુન્હા તપાસ સંબંધી કાર્યપદ્ધતિની માર્ગદશિકા પણ એપમાં સામેલ કરાશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





