સુરત,
સુરતમાં ટ્રાવેલ્સ કંપનીઓને ત્યાં જીએસટી અધિકારીઓની તપાસ પૂર્ણ થઈ છે. જીએસટી ઈન્ટેલિજન્સની ટીમે ટ્રાવેલ્સ કંપનીઓ પાસેથી દસ્તાવેજા જપ્ત કર્યા છે. ટ્રાવેલ્સની આડમાં પાર્સલની હેરાફેરી કરીને ટેક્સ ચોરી કરવામાં આવતી હોવાની આશંકાને લઈને જીએસટી ઈન્ટેલિજન્સે દરોડા પાડ્યા હતા.
સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આવેલી પોલો ટ્રાવેલ્સ, કિંગ અને શ્રીનાથજી ટ્રાવેલ્સ કંપનીએને ત્યાં દરોડા પાડવામાં હતા. આ દરોડામાં સુરત ઉપરાંત અમદાવાદ, મુંબઈ, વડોદરા અને વાપી જીએસટી ઈન્ટેલિજન્સની ટીમ જાડાઈ હતી. છેલ્લા બે દિવસની તપાસ દરમ્યાન મહત્વના દસ્તાવેજા જપ્ત કરવામાં આવ્યા છે.
ટિકિટ ઇસ્યુ કર્યા વિના પણ અનેક મુસાફરોને બસમાં મુસાફરી કરાવીને રૂપિયા સીધા ગજવામાં નાખવામાં આવતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યુ છે. બે દિવસની તપાસમાં ટેક્સ ચોરીનો મોટો આંક હોવાની પણ શક્યતા છે. કુલ આઠ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ૧૫થી વધુ અધિકારીઓ તપાસમાં જાડાયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





