તાપી જિલ્લાના છેવાડે મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા કુકરમુન્ડા તાલુકાના બહુરૂપાત્ર અને સદગવાણ ખાતે માહિતી અને પ્રસારણ વિભાગના અંડર સેક્રેટરી કે.કે.રાવલની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવ્યો હતો.
સમગ્ર રાજયમાં યોજાઇ રહેલા બે દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના અંતિમ દિને તાપી જિલ્લાના કુકરમુન્ડા તાલુકાના બહુરૂપા અને સદગવાણ ગામે માહિતી અને પ્રસારણ વિભાગના અંડર સેક્રેટરી કે.કે.રાવલની અધ્યક્ષતામાં બાળકોને શાળા પ્રવેશ કરાવાયો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓને સંબોધતા તેમણે શાળામાં પ્રવેશ મેળવતા બાળકોના ઉજજવળ ભાવિની કામના કરી હતી. તેમણે વાલીઓને પોતાના પ્રતિકૂળ સંજોગોને અવગણીને પણ બાળકોને શિક્ષણ અપાવે એવી અપીલ કરી હતી.
અંડર સેક્રેટરી રાવલે બહુરૂપા ખાતે આયોજીત કાર્યક્રમમાં ઉત્તર બુનિયાદી આશ્રમશાળા બહુરૂપામાં ૩૧ કુમાર અને ૧૫ કન્યા મળી ૪૬ બાળકો, બહુરૂપા પ્રાથમિક શાળામાં ૧૦ કુમાર અને ૬ કન્યા મળી ૧૬ બાળકોઅને જુના બહુરૂપા પ્રાથમિક શાળામાં ૧ કુમાર અને ૨ કન્યા મળી ૩ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
જયારે સદગવાણ ગામે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન સરકારી માધ્યમિક શાળા સદગવાણમાં ૧૫ કુમાર અને ૧૫ કન્યા મળી ૩૦ બાળકો, પ્રાથમિક શાળા સદગવાણમાં ૮ કુમાર અને ૧૧ કન્યા મળી ૧૯ બાળકો અને ભમસાળ પ્રાથમિક શાળામાં ૨ કુમારોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકોએ અમૃત વચનો, મનૂષ્ય ગૌરવ ગાન અને યોગ નિદર્શન કર્યું હતું. બહુરૂપા પ્રાથમિક શાળાની ૬ અને સદગવાણ પ્રાથમિક શાળાની ૧૧ કન્યા મળી ૧૭ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં કુકરમુન્ડા એ.પી.એમ.સીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, કુકરમુન્ડા તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી નિલેશભાઇ ગાવિત, લાયઝન ઓફિસર રાકેશભાઇ ગામીત, મદદનીશ લાયઝન અધિકારી અમૃતભાઇ વળવી, શાળાઓના આચાર્યો અને શિક્ષકગણ, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







