વાહનચોરોનો અડ્ડો બન્યું સિવિલ હોસ્પિટલ, ૫ મહિનામાં ૨૫ વાહન ચોરાયાં

0
13

અમદાવાદ,
જો તમે અસારવા સિવિલ હોસ્પિટલમાં જાઓ છો તો તમારું વાહન હવે સુરક્ષિત નથી કારણકે સિવિલ હોસ્પિટલમાંથી તેમજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વાહન ચોરી કરતી ગેંગ સક્રિય બની છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ મહિનામાં ૨૫ જેટલાં વાહનોની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં સૌથી વધુ ટુ વ્હીલર ચોરાયાં છે.
એકાએક વાહન ચોરીના બનાવો વધતાં શાહીબાગ પોલીસે ત્રણ પોલીસકર્મીઓને સિવિલ હોસ્પિટલમાં વાહન ચોરી અટકાવવા તહેનાત કર્યા છે. સિવિલ હોસ્પિટલમાં મહિનામાં પાંચ જેટલાં વાહનો ચોરાય છે. શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ સિવિલ હોસ્પિટલમાંથી જ વાહનોની ચોરી થતી હોવાથી શાહીબાગ પોલીસે વાહન ચોરી અટકાવવા માટે ત્રણ પોલીસકર્મીઓને સિવિલ હોસ્પિટલમાં ડ્યૂટી આપી છે. સિવિલ હોસ્પિટલમાં મોટાભાગે બી.જે મેડિકલ કોલેજ પાસેના પા‹કગ,પી.એમ રૂમની સામે અને ટ્રોમા સેન્ટરના સામેના ભાગેથી સૌથી વધુ વાહનોની ચોરી થાય છે.
જયારે પણ વાહન ચોરાય ત્યારે વાહન માલિક પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવવા જાય છે તો પોલીસ તેઓને કોઈ લઇ ગયું હશે, મળી જશે, ટોઇંગ વાળા લઇ ગયા હશે, આર.સી બુક – કાગળિયાં લઈને આવજા તેમ કહી બે ચાર દિવસ રાહ જાવા કહે છે. છેલ્લે અઠવાડિયા સુધી ધક્કા ખાધા બાદ પોલીસ ના છૂટકે તેઓની ફરિયાદ નોંધે છે. વર્ષ ૨૦૧૭માં શાહીબાગ વિસ્તારમાં વાહન ચોરીના બનેલા ૩૫ બનાવો પૈકી સિવિલ હોસ્પિટલમાંથી જ ૩૦ વાહન ચોરાયાં હતાં.
ચાંદખેડાના પાયસ આંગન ફ્લેટમાં પણ શનિવારે મોડી રાતે એક સાથે બે જેટલાં વાહનની ચોરી થઈ હોવાની ઘટના બની છે. ચોર ગેંગે ત્રણ વાહનોની ચોરીનો પ્રયત્ન કર્યો હતો. જા કે તેઓ એક બાઈક ફ્લેટની બહાર જ મૂકી બે બાઈક ચોરી કરી ફરાર થઇ ગયા હતા. શહેરમાં સૌથી વધુ સોલા સિવિલ હોસ્પિટલ, અસારવા સિવિલ હોસ્પિટલ,વસ્ત્રાપુર લેક, આલ્ફાવન મોલની બહાર, ફ્લેટનાં પા‹કગમાંથી, મોટા મોલના બહારના ભાગેથી વાહનોની ચોરી થાય છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY