દારૂડીયાએ પોલીસને મારી નાખવાની ધમકી સાથે ટ્રાફિક બૂથમાં તોડફોડ કરી

0
10

અમદાવાદ,
શહેરના પાલડી ચાર રસ્તા પાસે આવેલા ટ્રાફિક બૂથમાં બપોરે દારૂ પીધેલી હાલતમાં એક યુવક આવ્યો હતો અને ‘આજે પોલીસને મારી નાખવી છે’ તેમ કહી ટ્રાફિક બૂથમાં કમ્પ્યૂટર અને ટેબલની તોડફોડ કરી હતી. યુવકે ટીઆરબી જવાન સાથે ઝપાઝપી કરી તેની નેમપ્લેટ પણ તોડી નાખી હતી. આ મામલે ટ્રાફિક જવાને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ પાલડી ચાર રસ્તા પાસે આવેલા ટ્રાફિક બૂથમાં બપોરે બે વાગ્યે દારૂ પીધેલી હાલતમાં એક યુવક આવ્યો હતો અને ‘આજે પોલીસને મારી નાખવી છે’ તમે મને ઓળખતા નથી મારુ નામ પંકજભાઈ સોલંકી છે. તેમ કહી ટ્રાફિક બૂથમાં સરકારી કમ્પ્યૂટર અને ટેબલની તોડફોડ કરી હતી. જેના પગલે ટ્રાફિક પોલીસ કર્મીઓ બૂથમાં દોડી આવ્યા હતા.
ટીઆરબી જવાને તેને રોકતાં તેની સાથે પણ ઝપાઝપી કરી નેમપ્લેટ પણ તોડી નાખી હતી. ટ્રાફિક પોલીસ કર્મીઓએ તેને ઝડપી એલિસબ્રિજ પોલીસને જાણ કરી હતી. એલિસબ્રિજ પોલીસે ટ્રાફિક પોલીસકર્મીની ફરિયાદના આધારે પંકજ સોલંકીની ધરપકડ કરી શા માટે તેણે તોડફોડ કરી તે અંગેની વધુ તપાસ શરૂ કરી છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY