ઘોર કળિયુગ..!! દીકરી અને જમાઈએ માતાને દોરડાથી બાંધી ઢસડતા ખળભળાટ

0
11

છોટાઉદેપુર,
માનવતાને નેવે મુકી દીધી હોય તેવા વીડિયો છાશવારે સોશિયલ મીડિયામાં નજરે પડતા હોય છે. સંખેડાના વેલપુરમાં વૃદ્ધા સાથે ક્રુરતાભર્યું વર્તન કરતો વીડિયો વાયરલ થયો છે. દીકરી અને જમાઈ વૃદ્ધાને દોરડાથી બાંધીને માર મારી રહ્યા છે. દીકરી અને જમાઇ વૃદ્ધાને ઢસડી રહ્યા હોય તેવું વીડિયોમાં જાઇ શકાય છે.
વૃદ્ધાને દોરડાથી બાંધીને ઢસડવાનો પ્રયાસ કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો છોટાઉદેપુરના વેલપુર ગામનો મનાય છે. સોશિયલ મીડીયા પર ફરતા થયેલા આ વીડિયો સાથે માતાએ દિકરીનો હુમલો કર્યો હોવાનું જણાવ્યુ છે.
વીડિયોમાં જાઈ શકાય છે કે, જમીન પર પડી રહેલી લાચાર વૃદ્ધાના ગળામાં એક પુરુષ દોરડુ નાખવાનો પ્રયાસ કરે છે. જાકે વૃદ્ધા પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરે છે. જાકે તેમ છતાં તે શખ્સ વૃદ્ધાના ગળામાં દોરડુ નાખે છે.
જે બાદ સાડી પહેરેલી એક મહિલા આવે છે. આ મહિલા નિર્દયતા પૂર્વક દોરડાથી વિંટાળેલી વૃદ્ધાને ખેંચે છે. અને ઢસડે છે. જાકે બાદમાં અન્ય એક શખ્સ તે વૃદ્ધાને બળજબરી પૂર્વક ઉચકી લે છે. અને તેને ઘરની બહાર મુકી આવે છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY