જુગાર રમતા પિતા-પુત્ર સહિત ૧પની ધરપકડ, ૩ લાખ અને ૧૮ મોબાઈલ ફોન જપ્ત

0
53

અમદાવાદ,તા.૨૦
અમદાવાદ જિલ્લાના લપકામણ ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસની પાછળના ખુલ્લા ખેતરમાં જુગાર રમતા પિતા-પુત્ર સહિત ૧પ શખ્સની અમદાવાદ ગ્રામ્ય આરઆર સેલની ટીમે ધરપકડ કરી છે. પોલીસે જુગારીઓ પાસેથી રોકડ રૂ. ૩.૦૮ લાખ અને ૧૮ મોબાઈલ ફોન કબજે કર્યા હતા.
અમદાવાદ ગ્રામ્ય આરઆર સેલની ટીમના અધિકારીઓને બાતમી મળી હતી કે લપકામણ ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસની પાછળના ખુલ્લા ખેતરમાં કેટલાક શખ્સ જુગાર રમી રહ્યા છે, જેના આધારે અમદાવાદ ગ્રામ્ય આરઆર સેલ અને બોપલ પોલીસની ટીમે ગઈ કાલે સાંજે ખેતરમાં દરોડો પાડ્યો હતો. પોલીસ આવતાંની સાથે જ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, જાકે પોલીસે તમામ લોકોને ઝડપી લીધા હતા.
પોલીસે દિલીપ પટેલ (રહે. શારદાબા ભુવન, ઓગણજ રોડ), જિજ્ઞેશ પટેલ (રહે.શારદાબા ભુવન, ઓગણજ રોડ), કમલેશ તન્ના (રહે. ગોપાલનગર-રાજકોટ), જિજ્ઞેશ મોણપરા (રહે. રાજકોટ), ઇમરાન પઠાણ (રહે. અંબાસણ-મહેસાણા), કેતનસિંહ (રહે.ભેસાણા-મહેસાણા), ભÂક્તજી ઠાકોર (રહે. બાલિયાસણ-મહેસાણા), મૂકેશ દેસાઈ (રહે. થલતેજ), બલદેવ ઠાકોર (રહે. મહેસાણા), જતીન પટેલ (રહે. શારદાબા ભુવન, ઓગણજ રોડ), નરેશ પટેલ (રહે. નંદાસણ), તરુણ પટેલ (રહે. ખોડિયાર ફાર્મ, ઓગણજ), ચેતન પટેલ (રહે. સઈજ), જગુભા ઠાકોર (રહે. મહેસાણા) અને લક્ષ્મણ ચૌહાણ (રહે. લપકામણ)ને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ સહિત રૂ. ૩.૬૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી દિલીપ પટેલ બહારથી જુગારીઓને બોલાવીને જુગાર રમાડતો હતો. પોલીસે તમામની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY