જામનગર,તા.૨૦
જામનગરમાં મોડી રાત્રે લાલપુર વિસ્તારમાં ભાજપના જ નેતાએ ભાજપના અન્ય નેતાએ પર ફાયરિંગ કરતા મામલો બિચક્યો છે. યુવા ભાજપના ઉપપ્રમુખ હસમુખ પેઢડિયાએ નગર સેવક અતુલ ભંડેરી પર ફાયરિંગ કર્યું છે. ત્યારે અતુલ ભંડેરીએ આ અંગે પોલીસ ફરિયાદ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરમાં એક જ પક્ષમાં રાજકરણ ગરમાયું છે. રાજકીય અદાવતને કારણે હવે એકબીજાનો જીવ લેવાની વાત આવી ગઈ છે. રાજકીય અદાવતને કારણે હસમુખ પેઢડિયાએ અતુલ ભંડેરી પર ફાયરિંગ કર્યું હતું. લાલપુર વિસ્તારમાં હસમુખ પેઢડિયા એક વ્યક્તિ સાથે કારમાં આવ્યા હતા. કારમાંથી ઉતરીને તેમણે પોતાની રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું. અતુલ ભંડેરીએ જણાવ્યું કે, હું તે સમયે કિર્તી પાન દુકાન પાસે બેસ્યો હતો. ફાયરિંગ થતા હું અને પાન પાર્લર પર ઉભેલ શૈલેષભાઈ ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
આ અગે અતુલ ભંડેરીએ મોડી રાત્રે પોલીસને અરજી કરી હતી અને આજે પોલીસ ફરિયાદ કરી છે. આ ફાયરિંગ રાજકીય અદાવતે કર્યું હોવાનું તેમણે પોલીસને જણાવ્યું હતું.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



