પૈસા લઈને ફ્લેટ ન બનાવનાર બે બિલ્ડર સામે છેતરપિંડીની ફરિયાદ, ૧ની ધરપકડ

0
20

અમદાવાદ,તા.૨૨
શહેરના વટવા વિસ્તારમાં આવેલ ઓમ ઓર્બિટ ફ્લેટના બિલ્ડર જિગરભાઈ પરીખ અને ફેનિલભાઈ દવે વિરુદ્ધમાં ૭૮.૭૫ લાખની છેતરપિંડીની ફરિયાદ થઇ છે. ૨૦૧૨માં શરૂ કરાયેલી સ્કિમમાં રૂ. ૭૮.૭૫ લાખ આપી સાત ફ્લેટ બુક કરાવનાર બોડકદેવના રહીશને હજુ સુધી ફ્લેટ નહીં ફાળવતા તેમણે બિલ્ડરો સામે પોલીસ ફરિયાદ કરી છે.
બોડકદેવ વિસ્તારમાં આવેલ કસ્તૂરી કોમ્પ્લેક્સમાં રહેતા અને મૂળ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સંદીપભાઇ રામજીભાઇ બામરોલિયાએ વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે સંદીપભાઇ તથા તેમના મિત્રએ વટવા રિંગરોડ પર આવેલ ઓમ ઓર્બિટ નામની ફ્લેટની સ્કીમમાં સાત ફ્લેટ બુક કરાવ્યા હતા.
સંદીપભાઇએ બુકિંગ એમાઉન્ટ પેટે ૭૮.૭૫ લાખ આપ્યા હતા. વટવા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વાય.એ.ચૌહાણે જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૨માં ઓમ ઓર્બિટ નામની ફ્લેટની સ્કીમ જિગરભાઇ પરીખ અને ફેનિલભાઇ દવેએ શરૂ કરી હતી. ત્રણ બ્લોકની આ સ્કીમ તૈયાર કરવાની વાત બિલ્ડરે ગ્રાહકો પાસે કરી હતી. જેમાં વર્ષ ૨૦૧૨માં એક બ્લોકનું કામકાજ શરૂ પણ કરી દીધું હતું. વર્ષ ૨૦૧૨માં શરૂ થયેલી આ ફ્લેટની સ્કીમમાં હજુ સુધી એક જ બ્લોક બન્યો છે જેમાં કેટલાક લોકો રહેવા પણ આવી ગયા છે. પીએસઆઇએ વધુમાં જણાવ્યુ છેકે જિગરભાઇ અને ફેનિલભાઇએ સંખ્યાબંધ લોકો પાસેથી લાખો રૂપિયા ફ્લેટના નામે પડાવ્યા છે. ઓમ ઓર્બિટ સ્કીમમાં એક બ્લોક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે બે બ્લોક છ વર્ષથી બનાવ્યા નથી.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY