સ્ટેશન અને ચાલતી ટ્રેનમાં સેલ્ફી લીધી તો થશે ૬ મહિનાની જેલ

0
15

ન્યુ દિલ્હી,તા.૨૫
સેલ્ફી લેવાના ચક્કરમાં થતા લોકોના મૃત્યુ પર રેલવેએ કડક વલણ અપનાવ્યું છે. જા તમે રેલ્વે દ્વારા નિર્ધારિત સ્થાનો પર જા સેલ્ફી લેતા પકડાઈ ગયા, તો પછી તમને દંડ થઈ શકે છે. રેલવે ડિપાર્ટમેન્ટે ટ્રેનના આગમન દરમિયાન સેલ્ફી લેવાના પ્રયાસરૂપે થયેલા અકસ્માતોને ધ્યાનમાં રાખીને આ કડક પગલું ભર્યું છે. ટ્રેનના ફૂટ બોર્ડ પર લટકતા જઈને સેલ્ફી લેવાના ચક્કરમાં ઘણાં લોકો મૃત્યુ પામ્યા છે. દક્ષિણ રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલાં જાહેરનામામાં એવું કહેવામાં આવ્યું છે કે, જો કોઇ વ્યક્તિને આ સ્થળોમાં સેલ્ફી લેતા પકડવામાં આવે તો તેને ૨ હજાર રૂપિયા સુધી દંડ થઈ શકે છે.
તેમણે જણાવ્યું હતું કે મોટા ભાગના અકસ્માતો ત્યારે થાય છે જયારે ચાલતી ટ્રેન પાસે જઈને સેલ્ફી લેવાની કોશિશ કરે છે અથવા ટ્રેનના ફૂટબોર્ડ પર ઊભા રહીને ફોટો લેવાનો પ્રયાસ કરે છે. આવી ઘટનાઓને નિરુત્સાહ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આકર્ષક ચિત્રો લેવા માટે મોબાઇલ ફોન્સનો ઉપયોગ કરનાર લોકોનું આ વલણ બની ગયું છે, જેના પરિણામે આવા પ્રયત્નો દરમિયાન અકસ્માતો થાય છે.
સમગ્ર દેશમાં ઘણા સ્ટેશનોમાંથી મૃત્યુના આવા કિસ્સાઓની જાણ થઈ છે. સ્ટેશનો પર આવા અકસ્માતોને રોકવા માટે રેલવે પોલીસ અને આરપીએફને આવા લોકોને ઓળખવા અને રૂ. ૨૦૦૦ સુધીનો દંડ લાદવાની સૂચના આપવામાં આવી છે. જા વ્યક્તિ ફરીથી આવા કાર્યો કરતા પકડાય તો તેને છ મહિના માટે જેલની સજા થઈ શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY