પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે કરોડોનું કૌભાંડ, એનજીઓ સંચાલિકાની ધરપકડ

0
101

નવસારી,તા.૨૮
વડાપ્રધાન આવાસ યોજનાના નામે કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની માહિતી મળ્યા બાદ વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લાની પોલીસે સંયુક્ત રીતે નવસારીમાં એક ઘર પર દરોડા કર્યા હતા. પોલીસે એક એનજીઓની સંચાલિકાની ધરપકડ કરી છે તેમજ કૌભાંડ સાથે જાડાયેલા અસંખ્ય દસ્તાવેજા જપ્ત કર્યા છે.
ડાંગ જિલ્લામાં વડાપ્રધાન આવાસ યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની માહિતી પોલીસને મળી હતી. આ અનુસંધાને પોલીસે નવસારીના તીઘરા નજીક આવેલા ક્રિસ્ટલ લક્ઝીયામાં એનજીઓના મુખ્ય સંચાલક અંકિત મહેતાના ઘરે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે એનજીઓની સંચાલિકા ભાવેશ્રી દાવડા નામની મહિલાની ધરપકડ કરી હતી. પોલીસને તેમના ઘરેથી પોલીસને અનેક મહત્વના દસ્તાવે જ તેમજ એટીએમ કાડ્‌ર્સ અને ચેકબુકો મળી આવી હતી.
મળી રહેલી માહિતી પ્રમાણે વડાપ્રધાન આવાસ યોજનાના આ કૌભાંડનો આંકડો રૂ. ૨૦૦ કરોડ સુધી પહોંચી શકે છે. તેમજ ફક્ત ડાંગ જિલ્લામાં જ નહીં, ગાંધીનગર સહિત અને જિલ્લાઓમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે અટકાયત કર્યા બાદ મહિલાએ ડાંગ જિલ્લા કલેક્ટર બી.કે.કુમાર પર સીધો આક્ષેપ લગાવ્યો હતો.
પોલીસનો આરોપ છે આ મહિલા ગીરનારી સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલી છે, તેમજ તે સરકારી આવાસ અને શૌચાલય બનાવવાના નામે કરોડ રૂપિયાના કૌભાંડમાં સામેલ છે. જાકે, ભાવેશ્રીની આ કૌભાંડમાં શું ભૂમિકા છે તે સ્પષ્ટ થયું નથી. પોલીસનો દાવો છે કે તેમને કૌભાંડને લગતા મહત્વના દસ્તાવેજ મળી આવ્યા છે. આ કૌભાંડનું નેટવર્ક, નવસારી, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા અને ડાંગ જિલ્લાઓમાં પણ ફેલાયેલું હોવાનો પોલીસે દાવો કર્યો છે.
પોલીસે આરોપી અંકિત મહેતા અને ભાવેશ્રી દાવડાના ઘરમાંથી બે લેપટોપ, એક ટેબ્લેટ, ૮ મોબાઇલ ફોન, ત્રણ પેન ડ્રાઇવ, જુદા જુદા નામના રબર સ્ટેમ્પસ, વિઝિટિંગ કાર્ડ જપ્ત કર્યા છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY