પ્રથમ ખેલો ઈન્ડીયા (દિવ્યાંગ) સ્પર્ધા ગાંધીનગરના આંગણે રમાશે

0
88

ગાંધીનગર,તા.૨૮
મિનીસ્ટ્રી યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટસ દ્વારા ખેલો ઈન્ડીયા નોર્મલ રમતોવીરો માટે આયોજન થયું હતું જેના અનુસંધાને દિવ્યાંગ રમતવીરોમાટે ખેલો ઈન્ડીયા આયોજન કરવામાં આવે છે. મિનિસ્ટ્રી યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટસ દ્વારા ખેલો ઈન્ડીયામાં જિલ્લા રમતોત્સવ, રાજ્ય રમતોત્સવનું આયોજન દરેક રાજ્યોમાં કરવામાં આવેલ હતું. સ્પેશ્યલ ઓલિમ્પિક્સ દ્વારા દેશમાં સૌ પ્રથમ વખત ખેલો ઈન્ડીયા નેશનલ ચેમ્પિયનશીપનું આયોજન માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ રમતવીરો માટે કરવામાં આવી રહ્યુ છે જેની સંપૂર્ણ જવાબદારી સ્પેશ્યલ ઓલિમ્પિકસ ભારત-ગુજરાતને આપવામાં આવી છે.
ખેલો ઈન્ડીયા (દિવ્યાંગ) નેશનલ ચેમ્પિયનશીપનું આયોજન તા.૦૫/૦૭/૨૦૧૮ થી તા.૦૯/૦૭/૨૦૧૮ દરમ્યાન ગુજરાત નેશનલ લો યુનીવર્સિટી, ગાંધીનગર ખાતે કરવામાં આવશે. સ્પર્ધાની ઓપનિંગ સેરેમની તા.૦૬/૦૭/૨૦૧૮ ના રોજ સાંજે ૭.૦૦ વાગે ગુજરાત નેશનલ લો યુનીવર્સિટી, ગાંધીનગર ખાતે કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ રમતવીરો માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન, ખેલ મહાકુંભમાં વિજેતા દિવ્યાંગ રમતવીરોઓને રોકડ પુરસ્કાર, પ્રતિભા શાલી રમતવીરોને અને ખેલ પ્રતિભા પુરસ્કાર, નેશનલ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે સહાય આપવામાં આવે છે. દિવ્યાંગ રમતવીરો માટે ખેલ મહાકુંભ સાથે સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કરાયેલ. તેઓને શક્ય તેટલી વધુ તકો પૂરી પાડવી જેથી તેઓ તેમની પ્રતિભા ઝળકાવી શકે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY