મા વાત્સલ્ય યોજનાનો લાભ લાખો પેન્શરોને આપવાનો નિર્ણય કરતી સરકાર

0
24

ગાંધીનગર,તા.૩૦
મુખ્યમંત્રી અમૃતમ્‌ ‘મા’ અને મા વાત્સલ્ય યોજના હેઠળ હવે પેન્શનરોને પણ તેનો લાભ આપવામાં આવશે તેવી જાહેરાત ગુજરાત સરકારના આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના અધિક નિયામક દ્વારા આદેશ કરવામાં આવેલ છે. સરકારના આ નિર્ણયના કારણે લાખો પેન્શનરોને જીવનના અંતિમ દિવસોમાં આરોગ્ય વિષયક સેવાઓમાં મોટો આર્થિક લાભ મળશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
ગુજરાત સરકારના આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના અધિક નિયામક એન.બી. ધોળકિયા દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા પરિપત્રમાં જણાવાયા મુજબ મુખ્યમંત્રી અમૃતમ્‌ ‘મા’ અને મા વાત્સલ્ય યોજના હેઠળ તા.૧-૪-૨૦૧૮થી યોજનાનો વ્યાપ વધારી લાભાર્થીઓનો સમાવેશ, લાભની મર્યાદામાં વધારો, નવી પ્રોસિઝરોનો ઉમેરો કરવાનું નકકી થયું હતું. મા વાત્સલ્ય યોજના હેઠળ આવક મર્યાદા આધારિત કુટુંબો તેમજ વાર્ષિક રૂ.૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતાં તમામ કુટુંબોના સિનિયર સિટીઝનોને લાભ મળવાપાત્ર છે જે અંતર્ગત પેન્શનરોનો સમાવેશ થયેલ છે કે નહી તે બાબતે માર્ગદર્શન મેળવવા રજૂઆતો આવી હતી તેથી હવે જાહેર કરવામાં આવ્યું છે કે, મા વાત્સલ્ય યોજનાની અન્ય શરતો જેવી કે આવકનો પુરાવો, ઉંમરનો પુરાવો વગેરે પરિપૂર્ણ થતી હોય તેવા કિસ્સામાં પેન્શનરોને પણ મા વાત્સલ્ય યોજનાનો લાભ મળશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY