બાળકો સાથે દુષ્કર્મ આચરનારને ફાંસીની સજા આપતો કાનૂનનો તખ્તો તૈયાર

0
77

ન્યુ દિલ્હી,તા.૩૦
૧૨ વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે દુષ્કર્મમાં ફાંસીની સજાની જોગવાઈ તો સરકારે પહેલાથી જ કરી દીધી હતી પરંતુ આઈપીસીમાં થયેલા સંશોધનમાં યૌન શોષણનો શિકાર થનારા બાળક તેના દાયરામાં આવતાં નહોતા. હવે સરકાર બાળકોને પણ યૌન શોષણથી બચાવવા અને તેની સાથે દુરાચાર કરનારા આરોપીઓને ફાંસીની સજા આપવાની વ્યવસ્થા કરી રહી છે. આ માટે બાળકી-બાળક બન્ને એટલે કે બાળકોને યૌન ઉત્પીડનથી બચાવવાના બાળ યૌન ઉત્પીડન સંરક્ષણ કાનૂન (પોક્સો)માં સંશોધન કરવામાં આવી રહ્યુ છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પોક્સોમાં સંશોધન કરી બાળકો સાથે દુષ્કર્મ અને કુકર્મ કરનારા લોકોને ફાંસીની સજાનો પ્રસ્તાવ કાયદા મંત્રાલયને મોકલ્યો છે. એટલું જ નહી મંત્રાલયે કાનૂનમાં સંશોધનનો મુસદ્દો તૈયાર કરી લીધો છે અને તેને આંતર મંત્રાલયી વિચાર-વિમર્શ માટે વિવિધ મંત્રાલયોને મોકલવામાં આવ્યો છે. ગત એપ્રિલમાં ક્રિમીનલ લો સંશોધન વટહુકમ આવ્યો હતો જેમાં ૧૨ વર્ષથી ઓછી બાળકીઓના દુષ્કર્મીઓને ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવી હતી. આ વટહુકમમાં આઈપીસીમાં અપાયેલી દુષ્કર્મની સજાને પણ વધારવામાં આવી છે. એ સમયે સવાલ ઉઠયો હતો કે બાળકીઓ સાથે દુષ્કર્મીઓને તો ફાંસીની સજા છે પરંતુ બાળક પણ યૌન ઉત્પીડનનો શિકાર બને છે.
બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ ત્યારે કહ્યુ કે તમામ બાળકોને તેનાથી બચાવવા માટે જેન્ડર ન્યુટ્રલ કાનૂન પોસ્કોમાં સંશોધન કરવામાં આવશે. પોસ્કો કાનૂનમાં પ્રસ્તાવિત સંશોધન જા કાનૂન બને તો એ પહેલો પ્રસંગ હશે કે જ્યારે માત્ર બાળકીઓ જ નહી પરંતુ બાળકોનું યૌન શોષણ કરનારા લોકોને પણ મોતની સજા થશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY