આજ રોજ ભરૂચ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓનો વિદાય સમારોહ અને સાહસિક પોલીસ કર્મીઓનો પોલીસ તાલીમ શાળા ખાતે જિલ્લા અધિક્ષક ના હસ્તે સન્માન સમારોહ યોજાયો હતો.



ભરૂચ જિલ્લા પોલીસ માં વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા ૨૭ પોલીસ કર્મીઓનો વય મર્યાદા ના લીધે નિવૃત થતા હોઈ તેવોનો વિદાય સમારોહ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપસીંગ ની અધ્યક્ષતામાં પોલીસ તાલીમ શાળા ખાતે યોજવામાં આવ્યો હતો જેમને જિલ્લા અધિક્ષક દ્રારા નિવૃત્તિ સુધી કરેલ પોલીસ કામગીરી ને બિરદાવી નિવૃતનું જીવન સુખમય વિતે તેવી શુભેચ્છાઓ આપી હતી.

જ્યારે ભરૂચ જિલ્લામાં ગત દિવસો માં વરસેલા વરસાદમાં રાજપારડી માં વરસાદ ના લીધે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં ઘણા વાહનો રસ્તામાં ફસાઈ ગયા હતા ત્યારે રાજપારડી પોલીસ મથકના સાહસિક પી.એસ.આઈ પ્રાણવીરસિંહ ચંદ્રસિંહ સરવૈયા અને તેમના હેડ કોન્સેબલ નિકુલ મહેન્દ્ર, પો.કો.સતીશ સુરા, ફિરોઝ ફતુજી,દિનેશ નરસિંહ, શ્રવણકુમાર ચંદુ,વિકાસ ભરત તથા એસ.ટી બસના ડ્રાયવર શૈલેષ વસાવા અને પોલીસ મિત્ર પ્રશાંતસિંહ હરેન્દ્રસિંહ દ્રારા પાણીમાં ફસાયેલા ૧૭ જેટલા લોકોને પોતાના જીવના જોખમે બચાવી ઉતકર્ષ કામગીરી બદલ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ના વરદ હસ્તે સન્માન પત્રક દ્રારા સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપસિંગ,ભરૂચ શહેર ડીવાયએસપી એન.ડી.ચૌહાણ, અંકલેશ્વર શહેર ડીવાયએસપી એલ.એ.ઝાલા તથા જંબુસર શહેર ડીવાયએસપી એ.જી. ગોહિલ સહિત તમામ પોલીસ મથકોના પીઆઈ અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







