એપ પર ગુમ બાળકોના ફોટો અપલોડ કરી શકાશે
ન્યુ દિલ્હી,તા.૩૦
થયેલાં અને ત્યજી દેવામાં આવેલાં બાળકોની શોધ માટે ઉપયોગ મોબાઇલ એપ્લિકેશન કેન્દ્રના વાણિજયપ્રધાન સુરેશ પ્રભુ અને નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનારા સમાજસેવક કૈલાશ સત્યાર્થીએ લોન્ચ કરી હતી. ઇીંહૈં નામની મોબાઇલ એપ કૈલાસ સત્યાર્થીના ‘બચપન બચાઓ આંદોલન’ અને અગ્રણી ૈં્ કંપની કેપજેમિનીનું સહિયારૃં આયોજન છે. બચપન બચાઓ આંદોલનના પ્રતિનિધિએ જણાવ્યા પ્રમાણે દર વર્ષ દેશમાં ૪૪,૦૦૦ બાળકો ગુમ થાય છે અને એમાંથી ફકત ૧૧,૦૦૦ બાળકો શોધવામાં સફળતા મળે છે.
મોબાઇલ એપ લોન્ચિગ સેરિમનીમાં કૈલાશ સત્યાર્થીએ જણાવ્યું હતું કે ‘ ખોવાઇ જતાં કે ગુમ થતાં બાળકો માત્ર સંખ્યાનો વિષય નથી, બાળક ખોવાઇ જવાની દરેક ઘટના સાથે તેને ગુમાવનારા પરિવારનાં સ્વપ્નો અને આશાઓ સંકળાયેલાં હોય છે.’
એપમાં ચહેરાની સરખામણીનાં પરિણામો દર્શાવવા માટે ગુમ થયેલા બાળકના ફોટોગ્રાફસની સાથે ડેટાબેઝ મેચ કરવા માટે ફેસ રેકગ્નિશન ટેકનોલોજી પર આધારિત એમેઝોન વેબ-સર્વિસિસનો ઉપયોગ કરવામાં આવશે. એપને દિલ્હી પોલીસના મિસિંગ ચિલ્ડ્રન્સ ડેટાબેઝ સાથે જોડવામાં આવશે. એ એપ ગુમ થયેલાં બાળકોના ફોટોગ્રાફસ અપલોડ કરવા માટે વાપરી શકાય એવું મલ્ટી-યુઝર પ્લેટફોર્મ છે. ખોવાઇ ગયેલાં બાળકોના પેરન્ટ્સએ બાળકોની વિગતો એપ દ્વારા જણાવી શકશે. મોબાઇલ એપ ‘ ઇીંહૈં’ માં મુખ્યત્વે યુઝર્સ ગુમ થયેલાં બાળકનો ડેટાબેઝ અપડેટ કરશે. એપમાં ગુમ થયેલા બાળકોની વિગતો ફોનની ફિઝિકલ મેમરીમાં સેવ કરવામાં નહી આવે પણ યાંત્રિક સમીકરણો અનુસાર ગોઠવાયેલી હશે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




