જીએસટી બેહદ સફળ, દર ઘટાડાથી એફએમસીજી ક્ષેત્રને થયો ફાયદો : અદી ગોદરેજ

0
13

ન્યુ દિલ્હી,તા.૩૦

એફએમસીજી ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા અદી ગોદરેજે જીએસટીને બેહદ સફળ ગણાવ્યું હતું. તેમણે કહ્યુ હતું કે જીએસટીએ દેશની ટૂંકમાં પોતાનો અગ્રહગણ્ય ફાળો આપ્યો છે. ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષમાં ચોથા ત્રિમાસિક ગાળામાં  ૭.૭ ટકાના દરે વધ્યો છે એ સ્થિતિ જીએસટીને કારણે સર્જાઈ છે.
કન્ઝયુમર પ્રોડક્ટ્‌સના દર ઘટવાથી એફએમસીજી ક્ષેત્રને ફાયદો થયો છે, એમ તેમણે જણાવ્યું હતું. આ બાબતે એક ઉદાહરણ આપતા ગોદરેજે જણાવ્યું હતું કે અગાઉ વેટ, ઓક્ટ્રોય અને એક્સાઇઝ ડયૂટી ભરવા પડતા હતા પરંતુ આ તમામની નાબૂદી સાથે ગોદરેજ સાબુ ઉપરના ટેક્સમાં નવ ટકા ઘટાડો થયો છે અને તેને પરિણામે રિટેલ ભાવ ઘટયાં છે.
જીએસટીને અમલી બનાવવાની કામગીરી સરકાર બહેતર રીતે પાર પાડી શકી છે કે કેમ એવા એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે મારું માનવું છે કે સરકારે આ કામગીરી યોગ્ય રીતે જ પાર પાડી છે. પ્રધાનસ્તરે બેઠકો યોજવામાં આવી હતી અને પ્રશ્નો ઉકેલવા સંગઠિત પ્રયાસ કરવામાં આવ્યા હતા.
તેમણે એવો નિર્દેશ આપ્યો હતો કે અમારી કંપની હોલસેલર્સ, રિટેલર્સ અને સપ્લાયર્સ સાથે બિઝનેસ કરે છે પરંતુ તેઓ પૈકી કોઈએ નવા ટેક્સ સુધારા અંગે ફરિયાદ કરી નથી. જીએસટી બીજા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે મને આશા છે કે આગળ ઉપર આ ટેક્સ વધુ કાર્યક્ષમ બનશે, એમ ગોદરેજે જણાવ્યું હતું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY