સમગ્ર ભારત દેશમાં જીએસટીને એક વર્ષ પૂર્ણ થતાં ઉપલેટા જીએસટી ઓફિસે ચેમ્બર્સ ઓફ કોમર્સના વેપારીઓ સાથે ઉજવણી કરવામાં આવી

0
28

ઉપલેટા: આજરોજ ઉપલેટા શહેર આવકવેરા વિભાગની જીએસટી ઓફિસ શહેરની ન્યુ કટલેરી બજાર ખાતે સમગ્ર દેશમાં એક વર્ષથી લાગુ થયેલ જીએસટી સંદર્ભે ઉપલેટા આવકવેરા કચેરી દ્વારા જીએસટી ઓફિસમાં શહેરના ચેમ્બર્સ ઓફ કોમર્સના વેપારીઓ સાથે ઉજવણીનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેપારીઓને GST થી થતા ફાયદા અને ગેરફાયદા વગેરે બાબતોની પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અમુક બાબતોના પ્રશ્નોને લઈને વેપારીઓ દ્વારા પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી. ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ વિનુભાઈ ઘેરવડાના જણાવ્યા પ્રમાણે ભવિષ્યમાં વેપારીઓને જીએસટીથી સારો લાભ મળશે અને ભવિષ્ય પણ સારૂ છે. આ ઉજવણી પ્રસંગે ઓફિસનો મિટિંગ હોલ શણગારવામાં આવેલ અને ઉપસ્થિત વેપારીઓને હળવો નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ વિનુભાઈ ઘેરવડા, પૂર્વ પ્રમુખો હસુભાઈ પંડ્યા અને ગુણવંતભાઈ રાણીગા, તેમજ જીરાપા દૂધ સહકારી ડેરીના પ્રમુખ ડાયાભાઈ ગજેરા તેમજ મોટા પ્રમાણમાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા ઓફિસ સ્ટાફના રાજુભાઈ વ્યાસ, ડાંગરભાઈ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડિયા – ઉપલેટા
9979291598/7016006334

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY