ઉપલેટામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો મામલતદાર ઓફીસે સૂત્રોચ્ચાર સાથે અનિશ્ચિત મુદ્દત માટે પ્રતિક ઉપવાસ પર ઉતર્યા

0
26

ઉપલેટા: ઉપલેટા તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ તા. ૨૬/૬/૨૦૧૮ થી નવા મેનુંના વિરોધમાં પોતાના કામથી અલિપ્ત રહી હડતાળ ઉપર ઉતરેલા હોય . જેના સંદર્ભે આજરોજ તા. ૨/૭/૨૦૧૮ ના રોજ થી ઉપલેટા તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના તમામ સંચાલકો અચોક્કસ મુદ્દત સુધીના પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. ઉપલેટા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં મધ્યાહન સંચાલકો દ્વારા સૂત્રોચ્ચાર કરી “હમારી માંગે પુરી કરો-પુરી કરો” ના સૂત્રોચાર સાથે પ્રતિક ઉપવાસ પર બેસી ગયા છે. તેમના જણાવ્યા પ્રમાણે જે નવું મેનુ નક્કી કરવામાં આવ્યું છે, તે મુજબ જ અમે રસોઈ કરીએ છીએ. પરંતુ મંગળવારનું જે થેપલા વગેરે જમવાનું મેનું છે એમાં થેપલામાં તેલ વગેરે સાધન સામગ્રી વધારે જોઈએ. જે અમને તંત્ર તરફથી આપવામાં આવેલ નથી. તો તે મંગળવારના મેનુંને લઈને તેમજ અમારા નજીવા વેતનને લઈને અમે લોકો ઉપવાસ ઉપર ઉતર્યા છીએ. જ્યાં સુધી અમારી માંગણીઓનો સ્વીકાર નહિ થાય ત્યાં સુધી અમે પ્રતિક ઉપવાસ ઉપર બેસીશું. અને અમારા મધ્યાહન યોજનાના કામથી સદંતર અલિપ્ત રહીશુ. એવી ચીમકી ઉચ્ચારી હતી.

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડીયા – ઉપલેટા
9979291598/7016006334

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY