નડિયાદ-શુક્રવારઃ- ખેડા જિલ્લામાંથી પસાર થતી શેઢી શાખા નહેરમાં પડેલ ભંગાણ અંગે સ્પષ્ટતા કરતાં શેઢી સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી સોલંકીએ જણાવ્યું છે કે, જિલ્લામાં શેઢી શાખા નહેરની કુલ લંબાઇ ૬૬.૭૯ કિ.મી. છે. આ નહેરના ખાસ મરામતના વિવિધ કામો હાલમાં પ્રગતિમાં છે. આ નહેરમાં ક્રોકીટ લાઇનીંગ અને સ્ટ્રક્ચરોના બાંધકામની કામગીરી તથા હેડ રેગ્યુલેટર પર દરવાજા લગાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. આ નહેર દ્ધારા મહેમદાવાદ તાલુકાના જીંજર ગામ નજીકથી અમદાવાદ શહેરને પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે.
શેઢી શાખામાં તાજેતરમાં પડેલ વરસાદને કારણે પાણી ભરાયેલ અને સાંકળ ૪૩૮૨૮ મીટર પર નહેરના ડાબી બાજુના પાળા પર વરસાદી પાણી લાઇનીંગની નીચેના ભાગમાં જતાં ક્રોકીટ લાઇનીંગને નુકશાન થતાં પાળામાં નહેરની ડાબી બાજુએ અંદાજે પાંચ મીટર લંબાઇના ભંગાણ પડતા બાજુમાં આવેલ તળાવમાં પાણી ભરાયા બાદ આસપાસના ખેતરોમાં પાણી પ્રસર્યું હતું.
શેઢી શાખામાં પડેલ ગાબડું પુરવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરી સવાર સુધીમાં ગાબડું પુરી નહેરમાંથી નીકળતું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. નહેરના પાણીથી આસપાસના ખેતરોમાં પ્રસરતાં શાકભાજીના વાવેતરમાં અશંતઃ નુકશાન થયું છે. જેની મોજણી કરવામાં આવી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





