ફૂટબોલ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડને મળ્યો કબડ્ડીનો સહારો

0
20
રશિયામાં રમાઈ રહેલા વર્લ્ડ કપ ફૂટબોલની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલા ઈંગ્લેન્ડનો મુકાબલો શનિવારે સ્વીડન સામે થવાનો છે. ફૂટબોલ ક્રેઝી દેશ ગણાતા ઈંગ્લેન્ડના ફેન્સને આ વખતે ફૂટબોલ ટીમથી ઘણી આશાઓ છે. જો કે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચતા પહેલા શારીરિક રીતે સુસજ્જ થવા માટે ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓને તેમના કોચે નવતર રીતે તાલીમ આપી છે. જેમાં ટીમે કબડ્ડીની રમતનો પણ સહારો લીધો છે. કોચ ગેરેથ સાઉથગેટે ખેલાડીઓને કબડ્ડી રમાડીને ટીમ બિલ્ડિંગ, ટેકલિંગ અને સ્ટેમિના વધારવા માટેની ટેકનિક શીખવાડી છે. ઉપરાંત ખેલાડીઓને એકબીજાની નજીક લાવવા માટે પ્લેયર્સને એ્ટરટેઈમેન્ટ ગેમ્સ પણ રમાડી છે.જેના ફોટા પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ટીમે વર્લ્ડકપ માટે રશિયા રવાના થતા પહેલા કમાંડો ટ્રેનિંગ પણ લીધી હતી. આ સિવાય ટીમ સાયકોલોજિસ્ટ ડો.પીપા ગ્રાંગેનો સહયોગ પણ ટીમના ખેલાડીઓનુ મોરલ વધારવા માટે મદદરુપ બન્યો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY