ભાવનગર;સોમવાર;નાયબ વન સંરક્ષકશ્રી, ભાવનગર વન વિભાગ ભાવનગરના જણાવ્યા અનુસાર તેમની કચેરી હસ્તકની બીન અનામત વીડી ની જાહેર હરરાજી કરવામાં આવશે જેની રસ ધરાવતા લોકોએ નોંધ લઈ હરરાજી ના સ્થળે સમયે હાજર રહેવુ
તદ અનુસાર ભાવનગર તાલુકાના થોરડી, લાખણકા, ઘોઘા તાલુકાના જુના પાદર, સાણોદર,ભવાનીપરા, ઉખરલા ગામે આવેલ બીન અનામત વીડી ની તા. ૩૧ જુલાઈના રોજ બપોરે ૧૨/૩૦ કલાકે રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી, ભાવનગર ખાતે, શિહોર તાલુકાના ઈશ્વરીયા, ભાંખલ, પીપરડી, લાંબાધાર, ઝરીયા, ઉમરાળા તાલુકાના પીપરાળી, પરવાળા ગામે આવેલ બીન અનામત વીડીની તા. ૩૧ જુલાઈના રોજ ૧૬/૦૦ કલાકે રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી, વિજય પેલેસ સામે, શિહોર ખાતે, મહુવા તાલુકાના મોદા, તળાજા તાલુકાના પછેડીધાર, નવકુકરી, પાલીતાણા તાલુકાના મેઢા, જેસર તાલુકાના દડુલી, ભાયાગાળો, બાળદીયા (બેડા) ગામે આવેલ બીન અનામત વીડી ની તા. ૦૧/૦૮/૨૦૧૮ ના રોજ ૧૬/૦૦ ક્લાકે રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી, જેસર તાલુકા સેવા સદન, મહુવા રોડ જેસર ખાતે, વલ્લભીપુર તાલુકાના નવાણીયા, ગઢડા તાલુકાના હોળાયા (દરબાર), હરીપર, માંડવાધાર, સખનેસડા( માંડવાધાર), બોટાદ જિલ્લા અને તાલુકાના શીરવાણીયા દુધેલી, શીરવાણીયા જાગધાર, શેરથળી ગુંદાળા, સરવે પાટી, ખાખોઈ ખારી, ખાખોઈ ડુંગરી, ખાખોઈ સાપોલીયા, ખાખોઈ માંદલુ ખાખોઈ ગામે આવેલ બીન અનામત વીડી ની તા. ૦૨/૦૮/૨૦૧૮ ના રોજ બપોરે ૧૨/૩૦ કલાકે રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી, વલ્લભીપુર રેન્જ કલ્યાણપુર રોડ, ૧૩૨ કે. વી. સામે, વલ્લભીપુર ખાતે જાહેર હરરાજી કરવામાં આવશે વધુ વિગતો માહિતી માટે જે તે કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે.
એસ. એમ. બુંબડીયા/ એન. સી. પરમાર, જિલ્લા માહિતી કચેરી, ભાવનગર.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






