સિહોર સીસીટીવી થી સજ્જ થશે..

0
91

પોલીસ અધિકારી અને આગેવાનો વચ્ચે તાકીદે બેઠક મળી..આવતીકાલ થી જ સર્વેની કામગીરી શરૂ..કાલ સવારે પોલીસ અધિકારી અને દાતાઓ તમામ ઍન્ડરસ પોઇન્ટનું નિરીક્ષણ કરશે.

– છેલ્લા કેટલાક સમય થી ખોરંભે પડેલી યોજના આજ અચાનક ભર બપોરે પોલીસ અધિકારીને યાદ આવી અને તાકીદે દાંતા ઓને સાથે બેઠક બોલાવી..છેલ્લા ઘણા સમય થી અભરાયેલમાં ચડીને ધૂળ કાધી યોજનામાં ફરી અમલમાં.

– સલીમ બરફવાળા..
– સિહોર પણ હવે નેત્રની નજર હેઠળ આવશે આજે ભર બપોરે પોલીસ અધિકારી અને દાતાઓની બેઠક મળી જેમાં નક્કી થયું કે આવતીકાલ થી સર્વે શરૂ કરાશે સીસીટીવી કેમેરાથી સિહોરને સજ્જ કરવા અચાનક આજે પોલીસ અધિકારીએ બેઠક બોલાવી-એક મહિના માં યોજના અમલમાં મુકાઈ જશે વધતા જતા ગુનાઓને ડામવા માટે પોલીસ પણ હવે અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક સાધનોથી સજ્જ થઈ રહી છે ત્યારે ભાવનગર બાદ સિહોર શહેર પણ નેત્ર કેમેરાની નજર હેઠળ કેદ થશે. સિહોર માં પી.એસ.આઈ શક્તિસિંહ ઝાલા ના કાર્યકાળ દરમ્યાન સિહોર શહેરમાં કેમેરા લગાડવાની યોજના અમલમાં મુકવામાં આવી હતી પરંતુ તેમની બદલી થઈ ગયા બાદ આ યોજના ને અભરાઈ ઉપર ચડાવી દેવાય હતી. પરંતુ આજે બપોર ના સમયે અચાનક જ પોલીસ અધિકારી દ્વારા દાતાઓ સાથે એક તાકીદે બેઠક બોલાવામાં આવી અને ફરી આ યોજનાને માળિયે થી ઉતારી એક મહિનામાં અમલમાં મૂકવા માટે થઈને મહત્વની બેઠક બોલાવાઈ. હવે થોડા દિવસો માં જ સિહોર શહેર નેત્ર કેમેરાની નજર હેઠળ આવી જશે. વધતા જતા ગુનાઓને ડામવા માટે સિહોર પોલીસનું આ અતિ મહત્વનું પગલું સાબિત થશે.

તસ્વીર..
– હરેશ પવાર..

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY