પાણશીણા પોલીસ દ્વારા પાણશીણા પોલીસ સ્ટેશનના રેતી ચોરીના ગુન્હામાં છેલ્લા 13 મહિનાથી વોન્ટેડ નાસતા ફરતા આરોપીની કરવામાં આવી ધરપકડ

0
92

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પણ ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે….

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ટોકરાળા ગામે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપર વાઈઝર સંજયભાઈ જી. લાખાગોત્રા એ પાણશીણા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર GJ 02 U 8915 na ચાલક વિરૂધ્ધ ગેરકાયદેસર રેતી ખનન અને રેતી ચોરી અંગેની ફરિયાદ કરવામાં આવેલ હતી. જે ફરિયાદ આધારે પાણશીણા પોલીસ દ્વારા ગુન્હો નોંધી, તપાસ પો.સ.ઇ. ડી.જે.વાઘેલા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી….

આ ગુન્હાની તપાસ દરમિયાન આ રેતી ચોરીના ગુનામાં ડમ્પર ના માલિક અને ચાલક નુરુદ્દીન બકસરિયા રહે. લીંબડીની સંડોવણી બહાર આવી હતી. જ્યારથી આ આરોપીનું નામ આ ગુન્હામાં આવેલ હતું, ત્યારથી આ આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. જ્યારે પોલીસ તપાસમાં જાય ત્યારે પોતાનું ઘર છોડી, નાસી જતો હતો. આમ, આરોપી પોલીસ પકડથી દૂર રહી, આજદિન સુધી તપાસ કરવા છતાં મળી આવતો ના હતા. આરોપી ગુન્હો દાખલ થયા બાદ નાસતો ફરતો/વોન્ટેડ હતો….

તાજેતરમાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવાની ઝુંબેશના ભાગરૂપે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પાણશીણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. ડી.જે.વાઘેલા, એ.એસ.આઈ. મહેન્દ્રસિંહ, અમિતભાઇ, ચંદુભાઈ, રાઇટર મહાવીરસિંહ સહિતના સ્ટાફ દ્વારા મળેલ બાતમી આધારે લીંબડી ખાતેથી આરોપી નૂરદીનભાઈ અનુલખભાઈ બકાસરિયા (ખોજા) ઉવ.50 રહે. રહેમતબાગ સોસાયટી, લીંબડી જી. સુરેન્દ્રનગરને પકડી પાડી, આ ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ છે…

પકડાયેલ આરોપી નૂરદીનભાઈ અનુલખભાઈ બકાસરિયા (ખોજા) ઉવ. 50 રહે. રહેમતબાગ સોસાયટી, લીંબડીની પૂછપરછ કરી, આ ગુન્હામાં બીજા કોઈ આરોપી સંડોવાયેલ છે કે કેમ..? એ બાબતે વધુ પૂછપરછ હાથ ધરી, વધુ તપાસ તજવીજ પાણશીણા પો.સ.ઇ. ડી.જે.વાઘેલા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે….

આમ, પાણશીણા પોલીસ દ્વારા પાણશીણા પોલીસ સ્ટેશનના રેતી ચોરીના ગુન્હામાં છેલ્લા 13 મહિનાથી વોન્ટેડ નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે….

રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY