નર્મદા જિલ્લામાં સખી મંડળની બહેનો ની જગ્યાએ ગાંધીનગર ની એજન્સીને કોન્ટ્રાકટ આપતા વિરોધ
મહિલા સશક્તિ કરણની મોટી વાતો કરતી સરકાર મહિલાઓ સાથે વાતો અન્યાય કરી, આદિવાસી સંસ્થાઓના ભોજનનો કોન્ટ્રાક બીજાને આપ્યો
મહિલાઓએ બાળકો માટે જમવનુ બનવ્યુ સાથે કોંટ્રાક્ટ એજન્સીએ પણ બનાવતા સખી મંડળની બહેનો નું ભોજન પડી રહ્યું
રાજપીપલા : ગુજરાત રાજ્ય સરકાર મહિલા સશક્તિ કારણ ના બણગા ની ફૂકે છે અને મહિલાઓ ને પગભર બનવવા સહિતા ના પ્રયાસોની મોટી મોટી વાતો કરે છે પણ એજ મહિલાઓ ને હડધુત કરવાનો, 35 થી વધુ પગભર બનેલી મહિલાઓ ને કાઢીમુકવા નો કિસ્સો નર્મદા જીલ્લા મા બન્યો છે.
નર્મદા મા સરકાર ના જ પ્રયાસો દ્વારા ગામેગામ સખીમંડળ , સેલ્ફ હેલ્ફ ગ્રુપો સરુ કરી મહિલાઓ મા શસક્તિ કારણ કર્યું જેમને તાલીમો આપી પગભર બનાવ્યા ની મોટી મોટી યોજનાઓ બનાવી પરંતુ નર્મદાનર્મદા દા ના એક ગ્રુપનો કોંટ્રાક રદ કરી ગાંધીનગર ના મલેતુજાર ઇજારદાર ને કોન્ટ્રાક આપી દેવાતા મહિલાઓ એ હોબાાળો મચાવ્યો્યો છે, નર્મદા જીલ્લામા ગોરાના જયમાતાજી સખી મંડળ દ્વારા ગોરા એક્લવ્ય, સગબાર, ડેડીયાપાડા, અને લો લિટૃસી ગલ્સ સ્કુલ મા ચા નાસ્તો ભોજન આપવનો કોન્ટ્રાક ચાલતો હતો. જેઓ છેલ્લા 5 થી 7 વર્ષથી આ સેવા બજાવે છે જેનાથી જીલ્લાના વિવિધ ગામોની 35 જેટલી મહિલાઓ જોડાઇ ને પગભર બની હતી આ કોન્ટ્રાક દર વર્ષે રિન્યુ કરવાનો હોય આ વર્ષે કોન્ટ્રાક કોઇ ગાંધીનગર ની એજન્સીને આપી દેવામા આવ્યો અને આ જયમાતાજી સખી મંડળ ની બહેનો ને તેમનો સામન હટાવી લેવા ની સુચના આપવામા અવી જેથી મહિલાઓ રોશે ભરાઇ અને જીલ્લા કલેકટર ને રજૂઆત કરી જીલ્લાની સખી મંડળોની મહિલાઓ ને પ્રાધાન્ય આપવાની વાતકરી છે.
બૉક્ષ: આ બાબતે સખી મંડળ ની મુખ્ય સંચાલીકા સરોજ તડવી એ જણાવ્યુ હતુ કે અમે કેટલાય વર્ષોથી બાળકો ની સેવા કરીએ છે, નિયમ મુજબ અમે પણ ટેન્ડર ભર્યુ હતુ પણ ખોલવાનુ હતુ ત્યારે અમને બોલાવવા મા અવ્યા નથી અને આ ગાંધીનગર ની એજન્સીને સિધો ઓર્ડર આપી સ્થાનીક પ્રાયોજના વહીવટદાર કચેરી અને ગાંધીનગર ની કચેરીએ થી માલેતુજારો ને આ કોન્ટ્રાક આપવામા આવ્યો છે, જે ખોટુ છે સ્થાનિક મહિલાઓ ક્યા જસે, જેથી આ કોન્ટ્રાક રદ કરી સખીમંડળોને પ્રાધાન્ય આપો ની માંગ કરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





